સુરતમાં ફાર્મ હાઉસમાં મોજ મસ્તી કરીને પરત ફરતા દંપતી સહિત 4 લોકોના મોત, મૃત્યુ પહેલાની તસવીરો જોઈને રડી પડશો…ગોહિલ પરિવારમાં માતમ છવાયો…

સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતના વેલંજા નજીક એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. વિગતવાર વાત કરીએ તો સુરતના વરાછાના રહેવાસી ગોહિલ પરિવારના દંપંથી ફાર્મ હાઉસ ખાતે પોતાના પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે ગયા હતા. ફાર્મ હાઉસ પર મોજ મસ્તી કરીને પરત ફરતી વખતે રસ્તામાં દંપતીને ગંભીર અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતની ઘટનામાં દંપત્તિ સહિત ચાર લોકોના કરુણ મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર અકસ્માત બનતા પહેલા ફાર્મ હાઉસ પર મોજ મસ્તી કરતા અને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા દંપતીના કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મળતી માહિતી અનુસાર મોટરસાયકલ પર સવાર થઈને દંપતી ફાર્મ હાઉસમાંથી ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પીકઅપ ટેમ્પાનુ અચાનક જ ટાયર ફાડતા ટેમ્પો ડિવાઇડર કૂદીને સામેથી આવતી મોટરસાયકલ અને રાહદારીઓને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં ગોહિલ દંપતીનું અને અન્ય બે લોકોનું કરુણ મોત થયું હતું.

હાલમાં સોશિયલ મીડિયા પર દંપતીના અંતિમ ક્ષણોની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.  ગોહિલ દંપતીના મૃત્યુના કારણે એક દીકરા અને એક દીકરીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. થોડાક સમય પહેલા સ્વિમિંગ પૂલમાં કૂદીને મોજ મસ્તી કરી રહેલા દંપત્તિને ત્યાં ખબર હશે કે થોડાક સમય બાદ તેમને મોત આપી જશે.

વિગતવાર વાત કરીએ તો વિપુલભાઈ ગોહિલ કતારગામ જીઆઇડીસી માં તાજેતરમાં જ એમ્બ્રોઈડરીનું મશીન તેના ભાગીદાર સાથે શરૂ કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે વિપુલભાઈ અને તેમના નજીકના 35 થી 40 પરિવારના સભ્યો દર મહિને હજાર રૂપિયાની બચત કાઢીને જે પણ રૂપિયા ભેગા થાય તે રૂપિયા એકત્રિત કરી યોગ્ય સમયે શહેરથી નજીકના ફાર્મ હાઉસમાં જઈને મોજમસ્તી કરતા હતા અને જમણવાર પર કરતા હતા.

વિપુલભાઈ અને તેમના પત્ની ગીતાબેન બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં વિપુલભાઈ ના માથાના ભાગે અને તેમની પત્નીના શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. ગંભીર રીતે જાગ્રસ્ત હોવાના કારણે વિપુલભાઈ અને તેમની પત્ની ગીતાબેન નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપ ચાલકે પાંચ લોકોને જોરદાર ટક્કર લગાવી હતી. જેમાંથી ચાર લોકોના કરુણ મોત થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*