વડોદરામાં વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજનું નિધન, વૈષ્ણવ સંપ્રદાયમાં માતમ છવાઈ ગયો…અંતિમયાત્રામાં વૈષ્ણવોની આંખો ભીની થઈ ગઈ…

વૈષ્ણવ સંપ્રદાય માટે મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્ય વ્રજેશ કુમારનું નિધન થયું છે. વૈષ્ણવાચાર્યના નિધનના સમાચાર મળતા જ દેશ-વિદેશમાં રહેતા હજારો વૈષ્ણવો માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી બીમારી હોવાના કારણે તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

આ દરમિયાન ગઈકાલે સવારે 11.45 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂ.વ્રજેશકુમારજી મહારાજનું નિધન થતાં જ તમામ વૈષ્ણવ સંપ્રદાયમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. ગઈકાલે 2 વાગે તેમનું પાર્થિવ દેહ દર્શન માટે બેઠક મંદિર કેવડાબાગ મુકાયું હતું. ત્યાર પછી હજારો વૈષ્ણવોની અશ્રુભીની આંખોની વચ્ચે પૂ.વ્રજેશકુમારજી મહારાજની અંતિમયાત્રા નીકળી હતી.

જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને પૂ.વ્રજેશકુમારજી મહારાજ અમર રહોના નારા લગાવ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે ત્યાર પછી હજારો વૈષ્ણવોની અશ્રુભીની આંખોની વચ્ચે પૂ.વ્રજેશકુમારજી મહારાજની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને મહારાજ અમર રહોના નારા લગાવ્યા હતા.

વ્રજેશકુમારજી રાજસ્થાનના કાંકરોલી સ્થિત પુષ્ટિમાર્ગની સાત મુખ્ય પેઢીમાંથી તૃતીયા શ્રી દ્વારકાધીશજી પેઢીના પીઠાધીરેશ્વર હતા. મિત્રો તમને જણાવી દઈએ કે તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો આવ્યા હતા. દર્શન માટે લાંબી કતારો લાગી હતી. ગઈકાલે બપોર સમયે વ્રજેશકુમારજીના અંતિમ દર્શન બાદ બપોરના સમયે નિજ મંદિરથી તેમની અંતિમયાત્રા નીકળી હતી.

અંતિમયાત્રા કેવડાબાગ બેઠક મંદિરથી ખંડેરવા માર્કેટ, ટાવર ચાર રસ્તા, નાગરવાડા થઈ બહુચરાજી સ્મશાન ખાતે પહોંચી હતી. ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા હતા. આજરોજ સવારના સમયે તેમને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર તેમની તબિયત સારી ન હોવાના કારણે 13 ફેબ્રુઆરીના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમયે તેમના આખા શરીરમાં ઇન્સ્ફેક્શન હતું તેમ જ કિડની પણ તકલીફ હતી. વ્રજેશકુમારજીનું નિધનનું કારણ મલ્ટીઓર્ગન ફેલ્યોર જણાવવામાં આવી રહ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે વ્રજેશકુમારજી મહારાજને 2009માં ભારત સરકારે બ્રહ્મર્ષિ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ગુજરાત રાજ્યમાં બ્રહ્મર્ષિ એવોર્ડ માત્ર બે મહાનુભાવો પાસે છે. જેમાં કે.કે શાસ્ત્રી અને વ્રજેશકુમારજી મહારાજનો સમાવેશ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*