ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં ક્રિકેટ રમતી વખતે અચાનક જ ખેલાડીનું મોત થતા ચારેય બાજુ ભારે ભાગદોડ મચી ગઈ હતી અને આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં આવેલા ક્રિકેટ મેદાનમાં બની હતી. અહીં મેદાનમાં ક્રિકેટ રમતી વખતે જીએસટી ઓફિસરનું અચાનક જ મોત થયું હતું. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી. જીએસટી ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે ચાલતી મેચમાં મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામના વતની વસંતભાઈ રાઠોડ નામના વ્યક્તિ બોલીંગ કરી રહ્યા હતા.
બોલિંગ કરતી વખતે અચાનક જ તેમને ગભરામણ થવા લાગી હતી અને તેમનું વર્તન બદલાઈ ગયું હતું. વસંતભાઈ અચાનક જ ગ્રાઉન્ડ પર બેસી જાય છે અને પછી પાછા ઊભા થાય છે. પરંતુ તેમની તબિયતમાં કાંઈ સુધારો ન થતા તેઓ ફરી એક વખત ગ્રાઉન્ડ પર બેસવા જાય છે ત્યારે ઢળી પડે છે.
આ દ્રશ્યો જોઈને ગ્રાઉન્ડમાં હાજર તમામ લોકો વસંતભાઈ પાસે દોડી આવ્યા હતા. ત્યારબાદ તેમને CPR આપવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ વસંતભાઈની પેટ પર માલિશ કરવાનો પણ પ્રયાસ કરે છે. પરંતુ આ પહેલા વસંતભાઈ રાઠોડે પોતાનો જીવ ગુમાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વસંતભાઈને અચાનક જ આવવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું અને હાર્ટ એટેક આવવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ગ્રાઉન્ડની વચ્ચોવચ અચાનક જ વસંતભાઈ ને હાર્ટ એટેક આવ્યો હતો. વસંતભાઈ સાથે આ ઘટના બની તે પહેલા તેઓ ખૂબ જ શાનદાર બોલીંગ કરી રહ્યા હતા. તેમને 2.5 ઓવરમાં એક વિકેટ પણ લીધી હતી. એટલું જ નહીં પરંતુ બેટિંગ કરતી વખતે તેમને 14 બોલમાં 16 રન પણ કર્યા હતા.
અમદાવાદમાં ક્રિકેટ રમતાં રમતાં ખેલાડીની અચાનક જ મોત, મેદાનની વચ્ચોવચ કાંઈક એવું બન્યું કે…જુઓ મૃત્યુનો લાઈવ વીડિયો… pic.twitter.com/UNXT5UO52d
— GUJJU ROCKZ (@gujju_rockz) February 26, 2023
પહેલી બેટિંગ કરીને જીએસટી ઓફિસરની ટીમે 20 ઓવરમાં 104 કર્યા હતા. જ્યારે બીજી બેટિંગમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમે 7.1 ઓવરમાં 45/4 હતા. આ દરમિયાન ચાલુ મેચમાં વસંતભાઈ ને અચાનક જ હાર્ટ એટેક આવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વસંતભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ વસંતભાઈ ના પરિવાર ઉપર આ તૂટી પડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment