વિચારો આ ભાઈ કેટલા કંટાળી ગયા હશે..? પિતાએ પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં એવું લખાણ લખાવ્યું કે… આજે આખા ગુજરાતમાં થઈ રહી છે કંકોત્રીની ચર્ચા…

હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક અલગ કરતા હોય છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી લગ્નની અનોખી કંકોત્રી છપાવવાનો અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટેભાગના લોકો હવે લગ્નની કંકોત્રીમાં સમાજલક્ષી મેસેજ છપાવવા લાગ્યા છે અને ઘણા લોકો તો લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ કંકોત્રી કામમાં આવે તેવી કંકોત્રી બનાવે છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક કંકોત્રીમાં લખાવેલા લખાણની ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. વિગતવાર વાત કરીએ તો રાજકોટમાં એક પરિવારે પોતાના દીકરીના લગ્નની કંકોત્રીની અંદર એવો મેસેજ છપાવ્યો કે વાંચીને લાખો લોકો પરિવારની વાહ વાહ કરી રહ્યા છે.

લગ્નની કંકોત્રી ની અંદર એવો અનોખો મેસેજ છપાવવામાં આવ્યો કે સોશિયલ મીડિયા પર ચારે બાજુ તેની જ ચર્ચાઓ ચાલી રહી છે. વિગતવાર વાત કરીએ તો રાજકોટના હડાળા ગામના રહેવાસી મનસુખભાઈ સીતાપરાએ પોતાની દીકરીની લગ્નની અનોખી કંકોત્રી છપાવી છે. કંકોત્રીમાં લગ્નમાં આવતા તમામ મહેમાનો માટે એક ખાસ સુચના લખાવી છે.

જેમાં લખ્યું છે કે, મહેરબાની કરીને લગ્નમાં કોઈ દારૂ પીને નહીં આવે. હાલમાં આ કંકોત્રી સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાયરલ થઈ રહી છે. મિત્રો તમે ઘણા એવા લગ્નના વિડીયો જોયા હશે જેમાં લગ્નમાં આવેલા મહેમાનો દારૂ પીને નતનવી હરકતો કરતા હોય છે અને કોઈકનો પ્રસંગ બગાડતા હોય છે.

દીકરીના લગ્નની કંકોત્રીમાં આ અનોખો મેસેજ વાંચીને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો મનસુખભાઈના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. મનસુખભાઈએ જણાવ્યું કે, વાયરલ થઈ રહેલી કંકોત્રી મારી દીકરીના લગ્નની છે. મારે મારા સમાજ, ગામ અને પરિવારને વ્યસન મુક્ત બનાવો છે. તેથી અનોખી પહેલ કરીને લગ્નમાં આવતા મહેમાનોને દારૂ ન પીને આવવા માટે વિનંતી કરી છે.

વાયરલ થઈ રહેલી આ કંકોત્રી વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો. મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટમાં થોડા દિવસો પહેલા એક લગ્નનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકો દારૂના બાટલા હાથમાં લઈને મન ફાવે તેમ લગ્નમાં ડાન્સ કરી રહ્યા હતા. તો સામે આવ્યા બાદ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને જાનૈયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*