આજકાલની યુવા પેઢીમાં વિદેશ જઈને ભણવાની અને ડોલર કમાવવાની ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. વિદેશ જવાની ધેલછા એટલી વધી ગઈ છે કે ઘણા લોકો તો સંપૂર્ણ પ્રક્રિયા જાણ્યા વગર અથવા તો કોઈ એજન્ટના મારફતે વિદેશમાં ડોલર કમાવવા માટે ઉપડી જાય છે. એવામાં અનેક વખત આવા એજન્ટો ફ્રોડ નીકળતા હોય છે. એવો જ એક કિસ્સો ગુજરાતના તલાલાના નીરવ નામના યુવક સાથે બન્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ કે નાનકડા એવા ગામ પીપળાઓમાં રહેતો નિરવ પૈસા કમાવા માટે અમદાવાદના એક એજન્ટના મારફતે દુબઈ ગયો હતો. દુબઈ માંથી તેને વધુ પૈસા કમાવાની લાલચ આપીને મ્યાનમાર લઈ જવામાં આવ્યો હતો. અહીં નીરવ એક ફ્રોડ કંપનીના ચુંગાલમાં ફસાઈ ગયો હતો. અહીં પૈસા કમાવાની જગ્યાએ નીરવના પરિવારને પૈસા ચૂકવવાની નોબત આવી હતી. અહીં નીરવ સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને તમે પણ તમારા બાળકોને કોઈ દિવસ વિદેશ મોકલવાનું નામ નહીં લો.
તો ચાલો જાણીએ કેવી રીતે નીરવ આ નર્કમાંથી બહાર નીકળ્યો. વિગતવાર વાત કરીએ તો નીરવ નામનો યુવક પૈસા કમાવા માટે અમદાવાદના એજન્ટ મારફતે દુબઈમાં નોકરી કરવા માટે ગયો હતો, ત્યાં નીરવે ત્રણ મહિના નોકરી કરી હતી પછી તેને થાઈલેન્ડમાં વધુ પગારમાં નોકરી કરવા માટે મોકલવાનું કહીને મ્યાનમાર મોકલી દીધો હતો. અહીં તેને ફેંગયાન્ગ કંપની લિમિટેડમાં નામની કંપનીમાં તેને મોકલવામાં આવ્યો હતો.
આ કંપની ફ્રોડ કરતી હતી આ વાતની જાણ નીરવને થતા તેને નોકરી કરવાની ના પાડી દીધી હતી અને ભારત પરત જવાનો કંપનીના સંચાલકોને કહ્યું હતું. ત્યારે કંપનીના સંચાલકોએ નિરવ સહિત તેની સાથે રહેલી અન્ય એક યુવતીને ત્યાંથી ભારત આવવા દીધા ન હતા. નીરવ ફસાઈ ગયો છે આ વાતની જાણ તેને પોતાના પરિવારજનોને કરી હતી.
જેથી પરિવારના લોકો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર 1000 ડોલર કમાવવાની લાલચ આપીને નીરવને દુબઈથી મ્યાનમાર મોકલવામાં આવ્યો હતો. અહીં એક ફ્રોડ કંપનીમાં નિરવ ફસાઈ ગયો હતો. અહીં નિરવને કોમ્પ્યુટરમાં પાંચ રોડ એન્ટ્રી પાડવાની હતી.
જો નીરવ તે એન્ટ્રી ન પાડે તો તેની ધુલાઈ કરવામાં આવતી અને તેને ભૂખ્યો રાખવામાં આવતો હતો. નીરવે ત્યાં નથી રહેવું તેવી માંગણી કરીએ ત્યારે કંપનીએ 50000 ડોલરની ખંડણી માંગી હતી. અંતે નીરવના સંબંધીઓએ ભાણવડના ઉદ્યોગપતિ રમેશભાઈ રાવલિયાનો સંપર્ક કરી 20,000 ડોલર અપાવવાની ખાતરી આપી હતી.
ત્યાર પછી નીરવના પરિવારજનોએ ઘટનાની જાણ ગીર સોમનાથ પોલીસને કરી હતી. પછી પોલીસ તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક યુવકને પરત લાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ ઘણી બધી પ્રોસેસ અને ત્યાની સરકાર સાથેની વાતચીત બાદ નીરવ અને તેની સાથે અન્ય ફસાયેલા લોકોને સહી સલામત પોતાના વતન પાછા લાવવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment