મિત્રો પૈસા કમાઈને શાંતિ વાળું જીવન જીવવુંએ દરેક લોકોનું સપનું હોય છે. દરેક માણસ ઈચ્છતો હોય છે કે તેની પાસે સુખી જીવન, સુખી પરિવાર અને સારા મિત્રો હોય. જેની પાસે આ બધું હોય તેને કિસ્મતવાળા વ્યક્તિ કહેવામાં આવે છે. પરંતુ દુનિયામાં હજુ પણ ઘણા એવા લોકો છે જેવો દુનિયાની બધી શું કશું સુવિધાઓ છોડીને દીક્ષા લઈને સંયમના માર્ગ પર જતા રહે છે.
તેવો જ એક સુંદર કિસ્સો ગુજરાતમાંથી સામે આવી રહ્યો છે. ગુજરાતના ભુજના જૈન પરિવારના ચાર સભ્યોએ એક સાથે દીક્ષા લઈને સંયમનો માર્ગ પકડ્યો છે. હાલમાં આ પરિવારની ચર્ચા આખા ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ પરિવારે પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ દાનમાં આપીને સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું હતું.
મળતી માહિતી અનુસાર અજરામર સંપ્રદાયના છ કોટી સ્થાનિક વાસી જૈન સંઘ અને વગડાના બે ચોવીસી જૈન સમાજના એક પરિવારના તમામ સભ્યોએ જૈન સમુદાયની ભાગવત દીક્ષા ગ્રહણ કરનાર પ્રથમ હતા. હોલસેલ કાપડ નો વેપાર કરતાં આ પરિવારે પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ દાનમાં આપીને સંયમના માર્ગે આગળ વધ્યું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પણ આ પહેલા ઘણા લોકો પોતાની સુખ સંપતિ અને કરોડો રૂપિયાની મિલકતનો ત્યાગ કરીને સંયમના માર્ગે આગળ વધ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે જેન સમાજની ભાગવતી દીક્ષાને ખૂબ જ કઠિન માનવામાં આવે છે. તેમ છતાં પણ ગુજરાતના ભુજ ખાતે રહેતા પૂર્વીબેન મહેતાએ તેમના સંપ્રદાયના ગુરુ મોર્યાના આશીર્વાદથી દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.
ત્યાર પછી તેમના આ તપસ્વી જીવને ઘરના અન્ય સભ્યોને પણ પ્રભાવિત કર્યા હતા. જેના કારણે પૂર્વીબેન મહેતાના પતિ પિયુષભાઈ મહેતા અને ધોરણ 11 માં અભ્યાસ કરતો તેમનો દીકરો મેઘકુમાર સાથે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો ભાણેજ કિશે પણ તમામ સુખ સુવિધાઓ ત્યાગ કરીને કઠિન ભાગવતી દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.
મિત્રો આ તપસ્યાના માર્ગે ચાલતા પહેલા તપસ્વીઓને પોતાની સમગ્ર સંપત્તિ દાનમાં આપવી પડે છે. મળતી માહિતી અનુસાર ભુજમાં રહેતા પિયુષભાઈ કાપડના હોલસેલ નો બિઝનેસ કરતા હતા. જેઓ વાર્ષિક અંદાજે કરોડો રૂપિયાનો વેપાર કરતા હતા અને તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ પણ હતી. પિયુષભાઈ કરોડો રૂપિયાની સંપત્તિને ત્યાગ કરીને પોતાના પરિવાર સાથે દીક્ષા લઇ સંયમના માર્ગે આગળ વધ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment