હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વેલેન્ટાઈન ડે ની ધામધૂમથી ઉજવણી કરવા માટે કપલ પરિવારના સભ્યોને કહ્યા વગર ગોવા ફરવા માટે ગયું હતું. પરંતુ આ કપલ સાથે ગોવામાં કંઈક એવું બન્યું કે આંખો પરિવાર દોડતો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ગોવામાં દરિયાકિનારે પાણીમાં ડૂબી જવાના કારણે કપલનું મૃત્યુ થઈ ગયું હતું.
આ ઘટનામાં 26 વર્ષીય વિભુ શર્મા અને 25 વર્ષીય સુપ્રિયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે વિભુ અને સુપ્રિય ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. વિભુ અને સુપ્રિય વેલેન્ટાઈન ડે ની ધામધૂમથી ઉજવણી કરવા માટે ગોવા પહોંચ્યા હતા.
અહીં ગોવામાં આવેલા પાલોલેમ બીચ પર બંને મજા કરી રહ્યા હતા અને દરિયામાં ડૂબકીઓ લગાવી રહ્યા હતા. દરિયામાં મોજ મસ્તી કરતી વખતે બંને ખૂબ જ દૂર સુધી દરિયામાં ચાલ્યા ગયા હતા. બંને દરિયાકિનારે પાછા પહોંચે તે પહેલા પાણીના જોરદાર પ્રવાહમાં બંને તણાઈ ગયા હતા.
બંને પરિવારજનોને કહ્યા વગર ગોવામાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવા માટે આવી પહોંચ્યા હતા. દરિયાના પાણીમાં ડૂબી જવાના કારણે બંનેના મૃત્યુ થઈ ગયા છે. આ ઘટનાની જાણકારી 14 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે પોલીસને મળી હતી. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે લાઈફગાર્ડની મદદથી બંનેના મૃતદેહને દરિયા કિનારે લાવ્યા હતા. પછી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર સુપ્રિયા કામના કારણે બેંગ્લોરમાં રહેતી હતી અને વિભુ દિલ્હીમાં રહેતો હતો. સમગ્ર ઘટનાને લઈને હાલમાં ગોવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ પોલીસ બંનેના પરિવારજનોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, બંને ગોવા છે તેની જાણકારી પરિવારના સભ્યોને ન હતી. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment