બહેનને મળીને રાજીખુશી ઘરે આવતા માં-દીકરાનું અકસ્માતમાં મોત, કાર આગળ જતા ટ્રકમાં ઘૂસી જતા સર્જાયો ભયંકર અકસ્માત…કારની બધી એરબેગ ખુલી ગઈ છતાં પણ…

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં હાઇવે પર જતા ટ્રક ચાલકે અચાનક જ બ્રેક લગાવી હતી. જેના કારણે પાછળથી આવતીકાલ ટ્રકમાં ઘૂસી ગઈ હતી અને ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતાની ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા.

તેમને ઇજાગ્રસ્તા હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના બે સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની બધી એર બેગ ખુલી ગઈ હતી. છતાં પણ પરિવારના સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

વિગતવાર વાત કરીએ તો આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાન માંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં માં અને દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગંભીર અકસ્માતની ઘટના મંગળવારના રોજ સાંજના સમયે 6:00 વાગ્યાની આસપાસ બની હતી. રાજસ્થાનના કોટા ઉધોગ નગરના રોયલ પાર્કમાં રહેતા 65 વર્ષના પ્રવીણ માથુર પોતાના પરિવાર સાથે જયપુર થી કોટા તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં તેમના પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હતો. સ્માર્ટની ઘટનામાં પ્રવીણભાઈ માથુર, તેમની માતા સરલા દેવી, તેમની પત્ની કમલેશ કુમારી માથુર અને દીકરી નીતાલી માથુર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ કારમાંથી ચારેય લોકોને બહાર કાઢીને કોટાની એમબીએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન સરલા દેવી અને પ્રવીણ માથુરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે મૃત્યુ પામેલા પ્રવીણ માથુર ની પત્ની અને તેની દીકરીની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે અને બંનેની હાલત અને અજુબ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગી ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પ્રવીણ મથુરને એક દીકરો અને બે દીકરીઓ છે. જેમાં મોટી દીકરી મિતાલીના લગ્ન જયપુરમાં થયા હતા. પ્રવીણભાઈ પોતાના પરિવાર સાથે પોતાની દીકરીને મળવા માટે જયપુર ગયા હતા. દીકરીને મળીને મંગળવારના રોજ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. રસ્તામાં આગળ જતા ટ્રક ચાલકે અચાનક જ બ્રેક લગાવી દેતી હતી. જેના કારણે પાછળથી આવી રહેલી પ્રવીણભાઈની ટ્રકમાં ઘૂસી ગઈ હતી અને ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*