સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક મહિલાના મૃત્યુ થયા બાદ કંઈક એવા દ્રશ્યો સર્જાયા કે વિડીયો જોઈને તમારી આંખો પણ આંસુઓથી ભરાઈ જશે. અહીં માતાના મૃત્યુ બાદ દીકરી અને પૌત્રીઓએ માતાની અર્થીને કાંધ આપી ભારે હૈયે માતાને વિદાય આપી હતી.
આ દ્રશ્યો જોઈને અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. અંતિમસંસ્કાર વખતે પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. જેના કારણે વાતાવરણમાં ગમગિનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
વિગતવાર વાત કરીએ તો પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા સુરેન્દ્રનગર જિલ્લાના પંચાયતના પૂર્વ સદસ્ય ભગવતીબેન રસિકલાલ દવેનું નિધન થતા ચારેય બાજુ મહત્તમ છવાઈ ગયો હતો.ભગવતી બહેનનું મૃત્યુ થતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યો હતો. ભગવતી બહેનના બંને દીકરા પંકજભાઈ દવે અને ભાવેશભાઈ દવે સહિત એમની દીકરીઓ અરુણાબેન, પ્રજ્ઞાબેન અને કોમલબેનને ભારે આઘાત લાગ્યો હતો.
આ ઉપરાંત પૌત્રીઓ માધવી, નેહલ અને મયુરીએ પણ હૈયાફાટ રૂદન કર્યું હતું. ભગવતી બહેનની દીકરીઓ અને પૌત્રીઓએ માતાની અર્થી ને કાંધ આપીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા.
દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી માતાના અગ્નિસંસ્કાર કર્યા…આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા…વીડિયો જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે… pic.twitter.com/QZc8TPh7SX
— GUJJU ROCKZ (@gujju_rockz) February 13, 2023
જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો ભાવુક થઈ ગયા છે. જ્યારે દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપ્યો ત્યારે દીકરીઓને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment