ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા એવા સૌ કોઈ લોકોના દિલમાં રાજ કરનાર ખજૂરભાઈ ઉર્ફે નીતિને જાણીને તો તમે જરૂર ઓળખતા હશો. ખજૂરભાઈ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહે છે. ગયા વર્ષના અંતમાં ખજૂરભાઈની સગાઈ મીનાક્ષી દવે નામની યુવતી સાથે થઈ હતી. સગાઈ બાદ સોશિયલ મીડિયા પર બંનેની સુંદર જોડીની તમે ઘણી તસવીરો જોઈ હશે.
ત્યારે હાલમાં ખજૂરભાઈના ભાવી પત્ની મીનાક્ષી દવે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરો વાયરલ થતાં જ ચારેય બાજુ તેની જ ચર્ચાઓ ચાલી રહી છે. વાયરલ થઈ રહેલી તસવીરો જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે ખજૂરભાઈના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે આ તેમના લગ્નનો હલદી પ્રસંગ છે.
તો ચાલો શું છે આ તસ્વીર પાછળની હકીકત જાણીએ. ખજૂરભાઈના ભાવી પત્ની મીનાક્ષી દવે હાલમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તેઓ ખજૂરભાઈ સાથે જોવા મળી રહ્યા છે. જેમાં મીનાક્ષી દવે યલો કલરના કપડામાં જોવા મળી રહ્યા છે.
જ્યારે ખજૂરભાઈ વાઈટ કલરના સ્ટાઇલિશ ઈન્ડો વેસ્ટનમાં જોવા મળી રહ્યા છે. તસવીર તમે જોઈ શકો છો કે બંનેની આ જોડી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. એક તસવીરમાં તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ પોતાની ભાવિ પત્ની મીનાક્ષી દવેના કાનમાં કંઈક કહી રહ્યા છે. જ્યારે બીજી તસ્વીરમાં બંને હસતા જોવા મળી રહ્યા છે.
વાયરલ થઇ રહેલી તસવીરોના બેગ્રાઉન્ડમાં પણ લીલા કલરના ફૂલનો અનોખો શણગાર જોવા મળી રહ્યો છે. આ સુંદર તસવીરો જોઈને લોકો કહી રહ્યા છે કે આ ખજૂરભાઈના લગ્નના હલ્દીનો પ્રસંગ છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ કોઈ ખજૂરભાઈના લગ્નના હલ્દીનો પ્રસંગ નથી.
View this post on Instagram
હાલમાં બંનેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બંનેની સુંદર જોડી જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં ખૂબ જ સુંદર સુંદર કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં પણ લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે બંનેની આ જોડીને કોઈની નજર ન લાગે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment