અમદાવાદ શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં મેરેજ એનિવર્સરીના દિવસે પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આવું પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ હચમચી જ હશો. મળતી માહિતી અનુસાર પતિએ પાંચ વિડીયો બનાવ્યા અને ત્યારબાદ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદના વટવામાં રહેતા મુકેશભાઈ પોતાની પત્નીના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે વટવામાં રહેતા 40 વર્ષે મુકેશભાઈની પત્ની પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ મુકેશભાઈ સમગ્ર ઘટનાને લઈને વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી ન થતા કંટાળીને મુકેશભાઈ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોતાના જીવનનું અંતિમ પગલું ભરતા પહેલા મુકેશભાઈ પાંચ અલગ અલગ વિડિયો પણ બનાવ્યા હતા. જેમાં મુકેશભાઈ તેના અને તેની પત્નીના લગ્ન જીવન વિશે અને બાળકો વિશે વાત કરી હતી.
વિડીયો બનાવતા મુકેશભાઈ તેમાં જણાવ્યું હતું કે, ‘ હું મુકેશ પ્રિયદર્શી. 10 તારીખના રોજ હું સુસાઇડ કરીશ. એના માટે મારી વાઈફ ઉર્મિલા અને મનીષસિંહ રાજપૂતને જવાબદાર ગણું છું. કેમકે આ બંનેના અનૈતિક સંબંધ ના લીધે હું કંટાળી ગયો છું. તે મારી વાઇફને ભગાડીને લઈ ગયો છે અને કબુલતો નથી કે તેને ક્યાં રાખી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં સુરેશ સાહેબે પણ હું નીચે જ્ઞાતિનો હોવાથી મારો સાથ ન આપ્યો અને પાંચ લાખ રૂપિયા ખાધા છે અને મારી વાઈફને મારી સમક્ષ હાજર કરી નથી કરી તો હું તેને સમજાવી શકું. મારા બે દીકરા ને લીધે અત્યાર સુધી હું કાંઈ ન કરી શક્યો. હું મારી વાઈફને બહુ પ્રેમ કરું છું, ભલે તે મને કરતી નથી.
વધુમાં મુકેશભાઈ જણાવ્યું હતું કે, હું ધારું તો મનીષસિંહ રાજપૂતને મારી શકો છો. પરંતુ હું એવું કરવા માંગતો નથી. હું મારી વાતને બહુ પ્રેમ કરું છું લોકો ગમે તે કહે હું તેના વગર રહી શકતો નથી. તેના વગર મારું જીવન નકામું છે. તે બંનેના અનૈતિક સંબંધોના કારણે હું મારા દેહને ત્યાગ કરું છું.
આ ઉપરાંત મુકેશભાઈ બંધારણ અને કાયદા વિશે વાતચીત કરતા એવું કંઈક કહ્યું કે, સ્ત્રી ગમે તેટલા પુરુષો સાથે સંબંધ રાખી શકે… સુરેશ સાહેબે મને એવું કહ્યું છે કે તે તેની મરજીથી ગઈ છે, તેની મરજી ક્યાંથી હોય. પત્ની પતી હોય છતાં બીજા સાથે ગેરકાયદેસર સંબંધ ન રાખી શકે, સુરેશ સાહેબ ને કહું છું કે જો તમારી પત્ની પણ કોઈ બીજા સાથે ગેરકાયદેસર સંબંધ રાખે તો તમે ચલાવી લેશો ભાઈ. દરેક સ્ત્રીઓ આવું કરશે તો પુરુષોનું અને તેમના દીકરાઓનું શું થશે?
અમદાવાદમાં પોતાની બાયડીના ત્રાસથી કંટાળીને પતિને મરવાનો વારો આવ્યો, મરતા પહેલા પતિએ વિડીયો બનાવીને પોતાનું દુઃખ જણાવ્યું… જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો… pic.twitter.com/Rs2nSWgeSj
— GUJJU ROCKZ (@gujju_rockz) February 11, 2023
વધુમાં મુકેશભાઈ જણાવ્યું હતું કે, સરસ સંસાર ચાલતો હતો મીઠી ની સાથે તીખી વાતો પણ મનીષસિંહ મારી પત્નીને પટાવી તેણે કોઈ જગ્યાએ મારી પત્નીને રાખી છે તે જાણ કરતો નથી. હું બહુત માનસિક તણાવ સહન કરું છું. જાણે આ કેવી રીતે મને મારા સાળા અને બહેન પર વિશ્વાસ છે. જે મારા બાળકોને સાચવી શકશે. પપ્પાએ તમારું ના વિચાર્યું અને મમ્મીએ પણ તમારું ન વિચાર્યું. સોરી બેટાઓ. બાઈક વેચીને બંને બાળકોની ફી ભરી દીધી છે જે થયું તે કરીને ગયો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા મુકેશભાઈને સાળાના ફોનમાંથી મુકેશભાઈના અંતિમ વીડિયો મળી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment