હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં 18માં માળેથી નીચે પડી જવાના કારણે માત્ર 14 વર્ષની દીકરીનું દર્દનાક મોત થયું છે. ખૂબ જ ઊંચાઈ પરથી જમીન પર પડતા દીકરીનું માથું ફાટી ગયું હતું. આ કારણોસર તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ગુરૂવારના રોજ જોધપુરના દેવનગર વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી 14 વર્ષની દીકરીનું નામ ભાવિકા હતું. ગુરૂવારના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ભાવિકા શાળાએથી ઘરે આવી હતી.
ભાવિકા શહેરની રાજમાતા સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી. સાંજના લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ ભાવિકા 18 મારે ફરતી જોવા મળી હતી. આ દરમિયાન અચાનક જ ભાવિકા 18માં માળેથી નીચે પડી ગઈ હતી. દીકરી નીચે પડતા જ જોરદાર અવાજ આવ્યો હતો. અવાજ સાંભળતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટના સ્થળે પહોંચેલા લોકોએ જોયું તો ભાવિકા બેભાન અવસ્થામાં પડેલી જોવા મળી હતી અને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ લોકોએ આ ઘટના અંગે ભાવિકાના માતા પિતાને જાણ કરી હતી. ત્યાર પછી માતા પિતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોતાની દીકરીની આવી હાલત જોઈને માતા પિતા હચમચી ગયા હતા.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. કોઈ કારણોસર દીકરી 18 માં માળેથી નીચે પડી છે કે તેને નીચે કૂદીને પોતાનો જીવ ટૂકાવ્યો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર દિકરી પોતાના પરિવાર સાથે બિલ્ડીંગના બીજા માળે રહેતી હતી. તેથી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે દીકરીએ અઢારમાં માળીથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હશે.
માત્ર 14 વર્ષની દીકરી બિલ્ડીંગના 18માં માળેથી નીચે પડી ગઈ, માથું ફાટી જતા દીકરીનું દર્દનાક મોત… જુઓ દીકરીના મોતનો વિડીયો… pic.twitter.com/fWdeL4tYsk
— GUJJU ROCKZ (@gujju_rockz) February 10, 2023
પોલીસ અધિકારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે કે, દીકરી હંમેશા સાંજના સમયે ધાબા ઉપર ફરતી હતી. તે એક જિમ્નેસ્ટિક્સની ખેલાડી હતી. આવી સ્થિતિમાં એવી પણ સંભાવના છે કે, જિમ્નેસ્ટિક્સની પ્રેક્ટિસ કરતી વખતે દીકરીનું સંતુલન બગડ્યું હશે અને તેની સાથે આ ઘટના બની હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment