સુરતના તમામ શેઠિયાઓ ચેતી જજો..! એમ્બ્રોડરી મશીનમાં કામ કરતાં કારીગરે માત્ર 50 રૂપિયા માટે, પોતાના શેઠ સાથે કંઈક એવું કર્યું કે તમે પણ…

Published on: 10:32 am, Fri, 10 February 23

તમામ ઔદ્યોગિક ક્ષેત્ર અને તમામ જગ્યાઓ પર કારીગરોની જરૂર પડતી હોય છે. કારીગરો પાસેથી સારું કામ કઢાવવા માટે તેને સાચવવા પણ ખૂબ જ જરૂરી છે. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં કારીગર પોતાની ઈમાનદારી અને મહેનતથી કામ કરીને પોતાના માલિકનું દિલ જીતી લેતા હોય છે.

મિત્રો તમને બધાને ખબર હશે કે ગુજરાતના સુરત શહેરમાં ડાયમંડ અને કાપડનું ખૂબ જ મોટું માર્કેટ છે. તેથી બહારના રાજ્યના લોકો રોજગારી મેળવવા માટે સુરત શહેરમાં આવતા હોય છે. ત્યારે કારીગરોને સાચવવા એ દરેક માલિકની ફરજ હોય છે. પરંતુ અમુક વખત કારીગર અને માલિક વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે સુરત શહેરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં કારીગરોએ ભેગા મળીને માલિક સાથે કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સુરતના કુબેર પાર્ક ઇન્ડસ્ટ્રીમાં આવેલી માન સરોવર ગલી પાસે કુલદીપ ભાઈ નામના વ્યક્તિ એમ્બ્રોડરીના મશીન ચલાવે છે. કુલદીપભાઈના ખાતામાં કામ કરતા કારીગરે તેમની પાસેથી 50 રૂપિયાની માંગ કરી હતી.

આ કારીગર વારંવાર કુલદીપભાઈ પાસેથી વાપરવાના પૈસા માગતો હતો. એટલા માટે આ વખતે કુલદીપભાઈ 50 રૂપિયા આપવાની કારીગરને ના પાડી દીધી હતી. જેના કારણે કારીગર ખૂબ જ ગુસ્સામાં ભરાયો હતો. ત્યારબાદ કારીગરે પોતાના મિત્રને ફોન કરીને બોલાવ્યા હતા.

ત્યારબાદ પ્લાન બનાવ્યો હતો કે મારા માલિકને આજે લૂંટી લેવાનો છે. પ્લાનના આધારે કારીગર અને તેમના મિત્રો કુલદીપભાઈ પાસે ગયા હતા. ત્યારબાદ કારીગરી કુલદીપ ભાઈના પેટ ઉપર પગ મૂકીને તેમનો જીવ લેવાની ધમકી આપી હતી. ત્યાર પછી કુલદીપભાઈ પાસેથી 48 હજાર રૂપિયા પડાવી લીધા હતા અને તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ ઘટનામાં માત્ર 50 રૂપિયા માટે કુલદીપભાઈ સાથે 48 હજાર રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ કુલદીપભાઈ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના તમામ શેઠિયાઓ ચેતી જજો..! એમ્બ્રોડરી મશીનમાં કામ કરતાં કારીગરે માત્ર 50 રૂપિયા માટે, પોતાના શેઠ સાથે કંઈક એવું કર્યું કે તમે પણ…"

Leave a comment

Your email address will not be published.


*