અમદાવાદમાં મંગળવારના રોજ સાંજે એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં એક આરોપીએ ખાટલા ઉપર સૂતેલા મજૂર ઉપર 11 વખત પાવડા વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બની હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ વસ્ત્રાપુર પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી. વિગતવાર વાત કરીએ તો વસ્ત્રાપુર તળાવમાં મંગળવારના રોજ સાંજના સમયે લાલાભાઇ નામના વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી.
મળતી માહિતી અનુસાર પોલીસે મોડી રાત્રે પિઝાની હોટલમાં નોકરી કરતા એક નેપાળી યુવકની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે નેપાળી યુવક ઘણા સમયથી બીજાની હોટલમાં કામ કરતો હતો અને તે એક સાયકો હોવાનું પોલીસને લાગી રહ્યું છે.
સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, નેપાળી યુવક વસ્ત્રાપુર તળાવ પાસે આંટા મારવા માટે ગયો હતો. આ દરમિયાન તેને ખાટલા ઉપર લાલાભાઇને સુતેલા જોયા હતા. ત્યારે નેપાળી યુવકે લાલાભાઇ પાસે પીવાનું પાણી માગ્યું હતું. ત્યારે લાલાભાઇ પીવાનું પાણી ન આપ્યું જેના કારણે ગુસ્સામાં ભરાયેલા નેપાળી યુવકે સાઈડમાં પડેલો પાવડો લઈને લાલાભાઇ ઉપર તૂટી પડ્યો હતો.
નેપાળી યુવકે લાલાભાઇના માથાના અને ગળાના ભાગ ઉપર 11 વખત પાવડા વડે પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ નેપાળી યુવક હસતા હસતા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
અમદાવાદમાં ખાટલા પર સૂતેલા વ્યક્તિનો પાવડા વડે જીવ લઈ લેવામાં આવ્યું, આરોપીએ 11 વખત ઘા કરીને માથું ચુંદી નાખ્યું…જુઓ રુવાટા ઉભા કરી દેનારા CCTV ફૂટેજ… pic.twitter.com/sE19FmsX0q
— GUJJU ROCKZ (@gujju_rockz) February 8, 2023
પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે મોડી રાત્રે આરોપી યુવકને પીઝાની એક હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. યુવક છેલ્લા ઘણા સમયથી તે હોટલમાં કામ કરતો હતો. પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું હતું કે, “પીને કા પાની નહી દિયા તો પાવડા સે કા-ટ દિયા”.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment