કાર લઈને રાજકોટ દવા લેવા જતા પરિવારને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, પિતા, બે દીકરા અને ભત્રીજાનું ઘટનાસ્થળે મોત…હાઈવે રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે લીંબડી-રાજકોટ હાઇવે ઉપર બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. ગંભીર અકસ્માતની ઘટના મંગળવારના રોજ સવારના સમયે બની હતી. અકસ્માતની ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે ટક્કર જતા આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો મોડાસાથી ખાંટ પરિવાર કાર લઈને હોસ્પિટલના કામથી રાજકોટ જઈ રહ્યું હતું.

આ દરમિયાન વહેલી સવાર કારના ડ્રાઇવરને આગળ બંધ પડેલો ટ્રક ન દેખાતા ઇકો કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રકની પાછળ કાર ઘૂસી જતા હાઈવે રોડ મોતની ચિંચાયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પતરું તોડીને અંદરથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પરિવાર ઉપર આપ તૂટે પડ્યું હતું.

મળતી માહિતી અનુસાર 108ની મદદથી મૃત્યુ પામેલા ચારે લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાયલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પિતા, તેમના બે દીકરા અને ભત્રીજાનું દર્દનાક મોત થયું છે. મળતી માહિતી અનુસાર મોડાસાથી વહેલી સવારે પિતાની દેવા લેવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા.

ત્યારે તેમની સાથે તેમના બે દીકરા અને ભત્રીજો પણ હતા. આ દરમિયાન બંધ પડેલા ટ્રકની પાછળ ઈકો કાર ઘસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક જ સાથે પરિવારના ચાર સભ્યોના મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*