આપણે જાણીએ જ છીએ કે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે, જેનાથી આપણને અવનવી માહિતી અવનવા સમાચારો તેમજ અવનવા જુગાડો પણ જોવા મળતા હોય છે. મોટા ભાગે જુગાડ નો ઉપયોગ સોશિયલ મીડિયા પર મનોરંજન માટે થાય છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને લઈને થોડા
સમયમાં જ વિડિયો અપલોડ કરનાર ફેમસ થઈ જાય છે. સામાન્ય રીતે જુગાડ એટલે કામ ચાલી જાય તેવા ક્રિએટિવ નુસખાઓ અને મનોરંજન માટેની પ્રવૃત્તિ. સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થયો છે જેમાં બકરીને લઈ જતી ગાડી નહીં પરંતુ બકરીથી ચાલતી ગાડી છે. આજ સુધી તમે બળદગાડી,ઘોડા ગાડી ઊંટગાડી તો જોયા જ હશે.
પરંતુ વાયરલ થયેલ સોશિયલ મીડિયામાં તમે બકરા ગાડી જોઈ શકો છો. આપણે જાણીએ જ છીએ કે જુગાડથી કરેલા કાર્યો ઘણી વખત સરળ બની જાય છે અને ઘણી વખત મનોરંજનનું માધ્યમ પણ બની જાય છે. એવી જ રીતે આ વાયરલ થયેલ મીડિયામાં તમે બકરા ગાડી જોઈ શકો છો. જેમાં એક દાદાએ પોતાના મગજનો પૂરેપૂરો ઉપયોગ કરીને
આ બકરાગાડી લોકોના મગજને ગોટાળે ચડાવી દે તે રીતે બનાવેલી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ દાદાએ એવી રીતે જુગાડ કર્યો છે કે જેને જોઈને લોકો ખૂબ જ આચાર્યચકિત થઈ ગયા. તમે પણ જોઈ શકો છો કે આ દાદાએ પોતાના મગજનો પૂરેપૂરો ઉપયોગ કરીને બકરા ગાડી બનાવી છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ દાદાએ બકરા
ગાડી બનાવવા માટે દિવ્યાંગ લોકો માટે ઉપયોગમાં આવતી સાયકલનો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે આપણે જાણીએ જ છીએ કે સાયકલમાં સ્ટેરીંગ નો ઉપયોગ થાય પરંતુ આ દાદાએ બકરા ગાડી બનાવવા માટે બે બકરીઓ ઉપર લાકડું રાખીને આ બકરીઓને સાયકલ સાથે બાંધી દેવામાં આવી છે. બકરા ગાડીના આ જુગાર દ્વારા દાદાએ કેટલાક લોકોના મગજ ગોથું ખાઈ ગયા છે.
View this post on Instagram
કેટલાક જુગાડ ના વિડીયો મનોરંજન કરાવે તેવા મજેદાર હોય છે તેવી જ રીતે આ દાદાએ બકરા ગાડી બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. મિત્રો આવું અનોખું વાહન તમે પહેલી વાર જોયું હશે. હોઈ શકે કે આ મોંઘવારીના સમયમાં પેટ્રોલના ખર્ચથી બચવા અને વાતાવરણને પ્રદૂષણ રહિત રાખવા માટે બકરા ગાડી નો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હોય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment