રાજકોટમાં પરિવારે એકનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો, મહાનગરપાલિકાની બેદરકારીના કારણે દીકરો માં-બાપને છોડીને જતો રહ્યો…પિતાએ રડતા રડતા જણાવ્યું કે…

રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં એક યુવકે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ હર્ષ દાવડા હતું. હર્ષ પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો. એકના એક દીકરાનું મૃત્યુ થતાં જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ થી ઇન્દિરા સરકાર તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજ શરૂ થતી જગ્યાએ ઓવરબ્રિજ પર એવી વાહન ન જાય તે માટે ગટર મુકવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. સવારના સમયે હર્ષ નામનો યુવક પોતાની બાઇક લઈને અહીંથી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન હર્ષ આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઓવરટેક કરતી વખતે હર્ષ ગુંડા ખાડામાં પડી જાય છે. આ ઘટનામાં હર્ષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા રાજકોટ ગાંધીગ્રામ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા હર્ષના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢીને રિક્ષામાં સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પછી પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ હર્ષના પરિવારના લોકોને તથા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

હર્ષના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા હર્ષના પિતા અશ્વિનભાઈ રડતા રડતા જણાવ્યું કે, મારો દીકરો સવારે જોબ કરવા માટે ઘરેથી પોતાની બાઈક લઈને નીકળ્યો હતો. થોડીક વાર પછી ફોન આવે છે કે બાઈકની ટ્યુબ ફાટી ગઈ છે એટલે નવી ટ્યુબ નાખવી પડશે. ટ્યુબ નખાવાની વાત થાય તેની 15 મિનિટ થઈ ગઈ છતાં પણ હર્ષ નો ફોન આવ્યો નહીં.

એટલા માટે મેં સામે તેને ફોન કર્યો હતો પરંતુ તેને ફોન રિસીવ કર્યો નહીં. પછી અજાણ્યા નંબર પરથી મને ફોન આવ્યો કે તમારા દીકરા નું અકસ્માત થયું છે. પછી અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મારો દીકરો ખાડાની બહાર પડેલો જોવા મળ્યો હતો, ત્યાં 108 પણ ઉભી હતી. તેમણે મને કહ્યું કે હવે તમારો દીકરો જીવતો નથી રહ્યો. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને મને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો એટલે મને તાત્કાલિક સિવિલમાં ઈમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*