ઉતાવળમાં મોત આંબી ગયું..! કારને ઓવરટેક કરતી વખતે બાઈક ચાલકને નડ્યો ગંભીર અકસ્માત, બે બાળકોના પિતાનું મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. તમે સોશિયલ મીડિયા પર ઘણી ગંભીર અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ અકસ્માતની ઘટનામાં કારણે ઓવરટેક કરતી વખતે એક બાઈક ચાલક સામેથી આવતા ટેમ્પા સાથે અથડાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું દર્દનાક મોત થયું હતું. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાનના બાડમેરના પચપાદરામાં બની હતી.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અવતાર સિંહ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. અવતાર સિંહ આજ રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ પચપાદરા તરફ જઈ રહ્યો હતો. તે આજ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ પર કામ કરતો હતો. આ દરમિયાન જોધપુર રોડ ઉપર કારને તે ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે.

કારને ઓવર ટ્રેક કરતી વખતે શનિદેવના મંદિર પાસે અવતાર સિંહે બાઈક ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. આ દરમિયાન અવતારસિંહ સામેથી આવતા ટેમ્પાની અડફેટેમાં આવી ગયો હતો. આ ઘટના ત્યાં નજીકમાં એક ગેરેજ છે. તેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સના મારફતે અવતાર સિંહને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોકટરે અવતાર સિંહની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. દીકરાનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અવતારસિંહના મૃત્યુના કારણે બે નાના નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટીજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*