સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મિત્રો તમે હાઇવે રોડ ઉપર ઘણા ઓવરલોડ વાહનોને જોયા હશે. ઘણી વખત આવા ઓવરલોડ વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.
ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં શેરડીથી ભરેલા ઓવરલોડ ટ્રક અચાનક જ પલટી ખાઈ ગયો હતો. આ કારણસર ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વિડિયો ઉત્તર પ્રદેશના બીજનોર જિલ્લામાંથી સામે આવી રહ્યો છે. અકસ્માતની ઘટના બની ત્યારે દૂર ઊભેલા એક સ્થાનિક રીતે આ ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યમદૂત બનેલો એક ઓવરલોડ ટ્રક હાઈવે પર અચાનક જ ડિવાઇડર પર ચડીને પલટી ખાઈ જાય છે.
જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની થઈ નથી. ટ્રક પલટી ખાય છે તેના થોડાક સેકન્ડ પહેલા જ ટ્રકની બાજુમાંથી બે કાર પસાર થાય છે. ટ્રક સંપૂર્ણપણે પલટી ખાય તે પહેલા બન્ને ક્યાંક ત્યાંથી યોગ્ય સમયે આગળ વધી જાય છે. આ કારણોસર આ ઘટનામાં કોઈ જાનહાની થતી નથી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ તમામ લોકોએ ભેગા મળીને ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢ્યો હતો. આ અકસ્માતની ઘટના નેશનલ હાઈવે 74 ઉપર બની હતી. બીજનોર જિલ્લામાં આ દિવસોમાં ટ્રાન્સપોર્ટ અને પોલીસ વિભાગની મેલીભગત ખૂબ જ વધી ગઈ છે. જેના કારણે રસ્તા ઉપર યમદૂત બનેલા ઓવરલોડ ટ્રક ચાલતા જોવા મળી રહ્યા છે.
ટ્રાન્સપોર્ટનો ખર્ચો બચાવવા માટે ટ્રકની કેપેસિટી કરતા પણ વધારે તેમાં માલ ભરવામાં આવે છે. આવા ટ્રક સામે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ મેલી ભગતના કારણે આવા ટ્રક સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી અને આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બને છે. ઘટનાના વાયરલ થયેલા વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment