વડોદરામાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ખાતે ખાનગી માલિકના ગૌશાળાના ફાર્મમાં ગાયોની સંભાળ રાખનાર બે પરપ્રાંતીય યુવકોએ ગીર ગાયની વાછરડીનો બેહરાની પૂર્વક જીવ લઇ લીધો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે આગળની કાર્યવાહીએ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર બંને નરાગામ યુવક હોય માસુમ વાછરડીનો જેવું લઈને તેના મૃતદેહને દાટી દીધું હતું. પોલીસે વાછરડીનું મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોલીસે બંને નરાધમ યુવકોને પકડવાની કામગીરી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર શીનોરા તાલુકાના માલસર ગામે તપોવન જવાના માર્ગ ઉપર દર્શનભાઈ બળવંતભાઈ પટેલ નામના વ્યક્તિનું શ્રી કમલામણી નામનું ફાર્મ હાઉસ આવેલું છે.
જેમાં ગૌશાળા હતી. આ ફામની દેખરેખ માટે ધર્મેન્દ્રભાઈ અંબાલાલ પટેલ ને રાખવામાં આવ્યા હતા. જ્યારે અહીં ફાર્મમાં ગાયોની સંભાળ રાખવા માટે અનિલ અને મોહન નામના બે યુવકોને રાખવામાં આવ્યા હતા. 21 તારીખના રોજ અનિલ નામનો નરાધમ યુવક સવારે ગીર ગાયની વાછરડી પર પાવડો લઈને તૂટી પડ્યો હતો અને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટનામાં મોહને પણ તેનો સાથ આપ્યો હતો.
ત્યારબાદ બંનેએ વાછરડી ને દફનાવી દીધી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના ફાર્મ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ માલિક દર્શનભાઈ પટેલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર 23 તારીખના રોજ દર્શનભાઈ પોતાના પરિવાર સાથે કામે ગયા હતા. આ દરમિયાન અનિલને ઉપાડ પેટે 5000 રૂપિયા અને મોહનને ઉપાડ પેટે 2000 રૂપિયા આપ્યા હતા. વહેલી સવારે ખબર પડી કે ફાર્મ હાઉસમાં કોઈ નથી. સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે ખબર પડી કે અનિલ અને મોહન દિવાલ કો દિને ભાગતા જોવા મળ્યા હતા. શંકાના આધારે દર્શનભાઈ આગળના દિવસોના સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે જાણવા મળ્યું કે 21 તારીખના રોજ બંને આરોપીઓએ વાછરડીનો જીવ લઈ લીધો છે.
વડોદરામાં બે નરાધમ યુવકો એક માસુમ વાછરડીનો જીવ લઇ લીધો અને પછી તેના મૃતદેહને…જુઓ કાળજુ કંપાવી દેનારા CCTV ફૂટેજ… pic.twitter.com/ayqfc5qyhv
— GUJJU ROCKZ (@gujju_rockz) December 28, 2022
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને લોકોમાં ભારે ગુસ્સાનો માહોલ જોવા મળ્યો છે. મિત્રો તમે જ કહો કે આવા નરાધમ યુવકો સાથે શું કરવું જોઈએ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જરૂર આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment