મિત્રો સમગ્ર દેશભરમાં છેલ્લા થોડાક સમયથી દીપડાઓનો આંતક ખૂબ જ વધી ગયો છે. તમે સોશિયલ મીડિયામાં દીપડાઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં આસામના જોરહાટમાંથી દીપડાના આંતકનો એક ખતરનાક વિડીયો સામે આવી રહ્યો છે. દિપડો પકડાય તે પહેલા તે ખૂબ જ ભારે હોબાળો મચાવે છે.
મળતી માહિતી અનુસાર વિવિધ વિસ્તારોમાં દીપડાએ કુલ 13 લોકો ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને જાણવા મળી રહ્યું છે કે દીપડાના પ્રહારના કારણે 3 વન કર્મચારીઓ સહિત 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે હાલમાં દીપડાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં દીપડો એક દિવાલ કૂદીને વાન પર કૂદી પડે છે. મળતી માહિતી અનુસાર સોમવારે સવારથી જ જિલ્લાના ચેનીજાન વિસ્તારમાં દિપડો ફરતો જોવા મળી રહ્યો છે. દીપડાના કારણે ચારેય બાજુ ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. વન અધિકારી દ્વારા શૂટ કરવામાં આવેલા વીડિયોમાં દિપડો પરિસરમાં ફરતો જોવા મળી રહ્યો છે.
એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીપડો કાંટાવાળા તારની વાડ પરથી કૂદીને એક વાન પર પ્રહાર કરતો જોવા મળી રહ્યો છે. દીપડાને જોયા બાદ સ્થાનિક લોકોએ વન વિભાગને આ ઘટનાની માહિતી આપી હતી. ઘટનાની માહિતી મળતા જ વન વિભાગની એક ટીમમાં દીપડાને પકડવા માટે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
#WATCH | Assam: 13 persons including three forest staff were injured after being attacked by a leopard in Jorhat. All injured persons were immediately admitted to a local hospital. All the injured persons are out of danger: Mohan Lal Meena, SP, Jorhat (26.12) pic.twitter.com/TQ92Z248NR
— ANI (@ANI) December 27, 2022
આ ખૂંખાર દીપડાને પકડવા માટે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક નિષ્ફળ પ્રયાસ બાદ વન વિભાગના કર્મચારીઓએ દીપડાને શાંત પાડીને પકડી લીધો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો કે એક વાન પર કૂદી પડે છે, ત્યારબાદ દીપડો ત્યાંથી ભાગી જાય છે. સદ નસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાણ હાની થઈ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment