ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર આજે ઉજવણી કરી રહ્યો છે. આજે આખા અંબાણી પરિવારમાં ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણી પોતાના જોડીયા બાળકો સાથે ભારત આવી છે.
દીકરી અને તેમના સુંદર બાળકોનું સ્વાગત કરવા માટે અંબાણી પરિવાર દ્વારા જોરદાર તૈયારી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નાના બનવાની ખુશીમાં મુકેશ અંબાણી પોતાની દીકરીને લેવા માટે ખુદ એરપોર્ટ ગયા હતા.
મિત્રો તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીએ નવેમ્બર 2022 માં કેલિફોનિયાના લોસ એન્જેલિસ્માં સિડર સેનાઇ ખાતે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેનું નામ કૃષ્ણ અને આદિયા છે. બાળકોને જન્મ આપ્યા બાદ પહેલી વખત ઈશા અંબાણી ભારત પોતાના ઘરે આવી છે.
અંબાણી પરિવાર પોતાના પૌત્ર અને પૌત્રીને મળવા માટે ખૂબ જ આતુર હતા. નાના-નાની બનેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ચહેરા પર પણ કંઈક અલગ જ ખુશી જોવા મળી હતી. અંબાણી પરિવાર દ્વારા ભારતના વિવિધ મંદિરોમાંથી પંડિતોને પોતાના ઘરે બોલાવવામાં આવ્યા છે.
અહીં બાળકો માટે ભવ્ય પૂજા વિધિ નું આયોજન કરવામાં આવશે. મિત્રો હાલમાં તો એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, અંબાણી પરિવાર બાળકોના નામે 300 કિલો સોનું દાન કરવા જઈ રહ્યું છે. આ વાતની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ હાલમાં આ વાતની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે.
View this post on Instagram
મિત્રો તમને જણાવી દઈએ કે અંબાણી પરિવાર ઈશા અંબાણી અને બંને બાળકોનું ઘરે ખૂબ જ ભાવ્યા સ્વાગત કર્યું હતું. ભવ્ય સ્વાગત ના વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં જુઓ ત્યાં તેની જે ચર્ચાઓ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment