મિત્રો તમે બધા ટિકટોક માંથી ફેમસ થયેલી સુરતની કીર્તિ પટેલને તો જરૂર ઓળખતા હશો. લાખોની સંખ્યામાં સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલના ફોલોવર્સ છે. આ કીર્તિ પટેલ હંમેશા કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં રહેતી હોય છે. ત્યારે હાલમાં ફરી એક વખત કીર્તિ પટેલ વિવાદમાં આવી છે અને જેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં કીર્તિ પટેલ રોડની વચ્ચોવચ પોલીસ સાથે મગજમારી કરતી જોવા મળી રહી છે. આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તેની માહિતી હજુ સામે આવી નથી. તો ચાલો શું સમગ્ર ઘટના છે તેના વિશે વિગતવાર વાત કરી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલ કેટલાક અન્ય પોતાના સાથી યૂટ્યુબર યુવકો સાથે રસ્તા પર ઊભેલી જોવા મળી રહે છે.
એટલું જ નહીં પરંતુ કીર્તિ પટેલ રસ્તા પર તેની સામે ઉભેલી મહિલા કોન્સ્ટેબલ અને પોલીસ જવાન સામે જોર જોરથી બૂમો પાડતી પણ જોવા મળી રહે છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી વિશે જોર જોરથી બોલી રહી છે અને પોલીસ ઉપર પણ કેટલાક આરોપ લગાવી રહી છે.
આ બધી કેની મગજમારી છે તેની હજુ પૂરતી માહિતી સામે આવી નથી. પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ પટેલ બોલતી જોવા મળી રહી છે કે, આટલું મોટું પોલીસ બંદોબસ્ત શા માટે રાખવામાં આવ્યું છે અને અમને ગામમાં લઈ જવામાં આવે અમે એ વ્યક્તિને પ્રશ્ન પૂછીશું. એ વ્યક્તિની પોલીસમાં ખૂબ જ મોટી ઓળખાણ છે અને તેને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીનો પણ મોટામાં મોટો સપોર્ટ છે.
ભુપત ભાયાણીના કહેવાથી અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વધુમાં કીર્તિ પટેલ કહે છે કે અમે કોઈ આંતકવાદી નથી કે અમને આવી રીતે રોકવામાં આવે. કીર્તિ પટેલ પોલીસને કહે છે કે સર અમારી સાથે સરખી રીતે વાત કરો અમે કોઈ આંતકવાદી નથી કે અમે કોઈ ગુનેગાર નથી. કીર્તિ પટેલ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડની વચ્ચે ધમાલ બચાવતી કીર્તિ પટેલ વધુમાં કહે છે કે, જો મને આજની આજ ન્યાય નહીં મળ્યો તો હું દવા પી જઈશ અને તેના જવાબદાર માત્ર અને માત્ર ભુપત ભાયાણી અને આપ પોલીસ રહેશે. વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ વીડિયો જોઈને આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment