મિત્રો અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. 15 જાન્યુઆરી સુધી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલવાનો છે. અહીં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુલાકાતે આવી રહ્યા છે. ચારેય બાજુ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના મેનેજમેન્ટના વખાણ થઈ રહ્યા છે. તેમનો શ્રેય અહીં કામ કરતા તમામ સ્વયંસેવકો અને સંતને જાય છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મોટા મોટા બિઝનેસમેન, કરોડોની સંપત્તિ ધરાવતા વ્યક્તિના દીકરા-દીકરીઓ અહીં કોઈપણ પ્રકારનું અભિમાન રાખ્યા વગર સેવા આપી રહ્યા છે. ઘણા સ્વયંસેવક હતો પોતાની લાખો રૂપિયાની નોકરી મૂકીને છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી અહીંયા સેવા આપી રહ્યા છે.
ત્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રાત દિવસ સેવા આપી રહેલી બે યુવતીઓ વિશે આપણે વાત કરવાના છીએ. 5000 કરોડથી વધુનું નેટવર્ક ધરાવતા અજમેરા પરિવારની પુત્રવધુ સુરતના ડાયમંડ કિંગ ગણાતા કરોડોપતિ લવજીભાઈ બાદશાહની દીકરી છે. જ્યારે બીજી યુવતી અજમેરા પરિવારના જ અજ્ઞાબેન છે. લવજીભાઈ બાદશાહની દીકરીનું નામ ગોરલ છે અને ગોરલ અજમેરા પરિવારની પુત્ર વધુ છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ગોરલ અને અજ્ઞાબેન બંને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહ્યા છે. ગોરલના હાથમાં ઇજા થઈ હોવા છતાં પણ તેને પોતાની સેવા બંધ નથી કરી અને સેવા આપવાનું ચાલુ જ રાખ્યું છે. ગોરલ ભર બપોરે તડકામાં તગારા ઉચકીને મજુર જેવું કામ કરે છે. આ નણંદ અને ભાભીએ સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
લવજી બાદશાહની દીકરી ગોરલના સાસુ અને અજમેરા પરિવારના મોભીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમારા પરિવારમાંથી મારી દીકરી અને જમાઈ, મારો દીકરો અને વહુ એક ડિસેમ્બરથી અહીં સેવા આપી રહ્યા છે. તેઓ બધા અલગ અલગ સેવા આપી રહ્યા છે. બાપાની સેવા કરીને અમને એવો અનુભવ થાય છે કે આખી દુનિયાની સુખ સંપતિ અમારી પાસે જ છે.
મિત્રો તમને જણાવી દઈએ કે અજમેરા પરિવારના કુલ 4 ડ્રાઇવર, 5 હાઉસ કીપિંગ સ્ટાફ, બે રસોઈયા અને 11 સિક્યુરિટી જવાનનો સ્ટાફ છે. 22 લોકોનો નોકર ચાકરનો સ્ટાફ હોવા છતાં પણ પરિવારના લોકો અહીં નાનામાં નાનું કામ કરીને સેવા આપી રહ્યા છે. કરોડો રૂપિયાની સંપત્તિ પરિવાર પાસે છે છતાં પણ પરિવારના લોકોને જરાક પણ અભિમાન નથી અને તેઓ નાનામાં નાનું કામ કરીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment