મિત્રો આજકાલ ટેકનોલોજીનો જમાનો ચાલી રહ્યો છે અને હવે કોઈને પણ ખેતી કરવી ગમતી નથી. પરંતુ હજુ પણ દુનિયામાં ઘણા એવા લોકો છે જેવો પોતાની લાખો રૂપિયાની કમાણી મૂકીને ગામડામાં આવીને ખેતી કરી રહ્યા છે. ત્યારે આજે આપણે તેવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ. ગુજરાતના વડગામ તાલુકાના પેપોળ ગામમાં વેપાર ધંધો છોડીને પપૈયાની ખેતી શરૂ કરી.
મળતી માહિતી અનુસાર મહેસાણામાં સ્ટીલ ફેબ્રીકેશનનો ધંધો છોડીને જશવંતભાઈ નામના વ્યક્તિ પોતાના પોતાના વતનમાં ખેતી કરવા માટે આવ્યા હતા. અહીં તેમને 20 વીઘા જમીનમાં તાઇવાની બિયારણથી પપૈયાની ખેતી કરીને 8 લાખ રૂપિયાના ખર્ચમાં 50 લાખ રૂપિયાની આવક મેળવી છે. હાલમાં તેમની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહે છે અને લોકો મન મૂકીને તેમના વખાણ કરી રહ્યા છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વડગામ તાલુકાના સરસ્વતી નદીના કાંઠે આવેલા પેપોળ ગામના વતની જશવંતભાઈ ગંગારામભાઈ પંચાલ મહેસાણા ખાતે સ્ટીલ ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા. તેઓ ચાર વર્ષ પહેલા ગામડામાં આવેલા પોતાના ખેતરમાં ગયા હતા. ત્યારે તેમને પોતાની 20 વીઘા જમીનમાં બાગાયત ખેતી કરવાનું વિચાર્યું હતું.
આ અંગે જશવંતભાઈ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સારી ખેતી કરવા માટે મેં કેટલાક સફળ ખેડૂતોની મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત લઈને મેં મારા ખેતરમાં પપૈયાની ખેતી કરવાનું મન બનાવ્યું હતું અને દાંતીવાડીના નિષ્ણાત ડોક્ટર એફ.કે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાઇવાન રેડિ લેડીની પપૈયાની જાત 17 વીઘા જમીનમાં 7 * 5.5 ફૂટના ગાળે પપૈયાના છોડની ખેતી કરી.
મિત્રો તેઓએ 8 લાખ રૂપિયાના ખર્ચા સામે 50 લાખ રૂપિયાની આવક મેળવી છે. ખેતીમાં રાસાયણિક ખાતરનો ૫૦ ટકા ઉપયોગ ઘટાડીને જીવામૃત ગૌમૃત વનસ્પતિજન્ય કિટનાશકો તેમજ જમીનને ઉપયોગી રાઈઝો બેક્ટેરિયા તેમજ ફોસ્ફેટ ઓળંગનાર સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ કરી પપૈયાના દુશ્મન એવા કુર્મિનના નિયંત્રણ માટે પપૈયાની વચ્ચે ગલગોટાના પિંજરા પાર્ક તરીકે 8000 છોડ તેમને વાવ્યા હતા.
આવી રીતે અનોખી પપૈયાની ખેતી કરીને જશવંતભાઈ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જશવંતભાઈ પોતાનો સારો એવો ચાલતો ફેબ્રિકેશનનો ધંધો મૂકીને ખેતી કરવાનું વિચાર્યું હતું અને આજે તેમની દિવસ રાતની મહેનત ના કારણે આજે તેઓ સફળ બન્યા છે અને તેમના વખાણ ગુજરાતમાં ચારેય બાજુ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment