હાય રે..અંધશ્રદ્ધા..! રાજકોટમાં દીકરીને છાતીમાં દુખાવો થતા, માતા-પિતા દીકરીને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ભુવા પાસે લઈ ગયા… પછી તો કંઈક એવું બન્યું કે…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ગુજરાતમાં અંધશ્રદ્ધામાં વધુ એક દીકરીનો જીવ ચાલ્યો ગયો છે. આ ઘટનામાં રાજકોટમાં 20 વર્ષની દીકરીને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા માતા પિતા દીકરીને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ એક ભુવા પાસે લઈ ગયા હતા. ત્યારબાદ માતા-પિતા દર્દથી પીડાતી દીકરીને ભુવા પાસેથી ઘરે લઈને આવ્યા હતા અને ઘરે આવીને દીકરી સૂઈ ગઈ હતી.

પછી દીકરી પાછી ક્યારેય ઉઠી જ નહીં અને દીકરીનું સારવારના સ્થાને મોત થયું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, શહેરના જામનગર રોડ પર દ્વારકાધીશ પંપ પાસે શિવ શક્તિ સોસાયટીમાં રેતી લક્ષ્મી ગોપાલભાઈ બજાણીયા નામની 20 વર્ષની દીકરીને લાંબા સમયથી છાતીમાં દુખાવો થતો હતો. દીકરી જેથી સુનમુન રહેતી હતી. ત્યારે ગઈકાલે સાંજે 5:00 વાગ્યાની આસપાસ દીકરી લક્ષ્મીને અચાનક જ ઉલટીઓ થવા લાગી હતી.

તેથી માતાએ લક્ષ્મીના પિતા ગોપાલભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. ઘરે આવીને ગોપાલભાઈ એ જોયું તો દીકરીની તબિયત ખૂબ જ ખરાબ હતી. ત્યારબાદ તેઓ પોતાની દીકરીને વાંકાનેર પાસે આવેલા વિહોત માતાજીના મંદિરે લઈ ગયા હતા. જ્યાં તેમને ભુવા પાસે દાણા લીધા હતા. ત્યાં બધી વિધિ પતાવીને માતા પિતા દીકરીને લઈને ઘરે આવ્યા હતા.

ઘરે આવીને દીકરી લક્ષ્મીએ થોડુંક જમ્યું હતું અને તેને છાતીમાં દુઃખતું હતું એટલે લક્ષ્મી સૂઈ ગઈ હતી. પછી રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ લક્ષ્મીની માતાની આંખ અચાનક જ ખુલી જાય છે. માતા જુએ છે કે લક્ષ્મી જરાક પણ હલનચલન કરતી નથી. તેથી માતા લક્ષ્મીને જગાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ લક્ષ્મી બેભાન થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારબાદ દીકરીને સારવાર માટે 108ની મદદ થી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન લગભગ ત્રણ વાગ્યાની આસપાસ દીકરી લક્ષ્મી એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્યુનું કારણ જાણવા માટે દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું.

સાંજના સમયે જ્યારે સૌ પ્રથમ દીકરીને ઉલટી થાય ત્યારે દીકરીને ભુવા પાસે લઈ ગયા તેની જગ્યાએ માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હોત તો આજે દીકરીનો જીવ બચી ગયો હોત. આજે અંધશ્રધ્ધામાં વધુ એક પરિવારે પોતાની દીકરી ગુમાવી છે. મિત્રો આ આર્ટીકલ દ્વારા અમે કોઈની લાગણીને અથવા તો શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા માંગતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*