મિત્રો આજે આપણે ઘણા સમયે પહેલા બનેલા એક ચોક આવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ. હાલના સમયમાં તો ઢોંગી તાંત્રિકોના આક્રોશ અને કામગીરી દિવસે ને દિવસે વધતી જાય છે. એવામાં ઘણી વખત ઊંધી તાંત્રિક વિદ્યાના કારણે ઘણા માસુમ લોકોને ગંભીર પરિણામ ભોગવવું પડતું હોય છે. આવા ઘણા અવારનવાર કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે.
આપણે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે નાગનો બદલો નાગિન લેતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો વાસ્તવિક જીવનમાં બન્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિ નાગનો જીવ લઈ લે છે અને તેના 15 કલાક બાદ નાગિન તે વ્યક્તિના 12 વર્ષના દીકરાનો જીવ લઈ લે છે. આ ઘટના સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ હકીકતમાં ઘણા સમય પહેલા આ ઘટના બની હતી.
આ ચોક આવનારી ઘટના સિહોરના જોશીપુર ગામની અંદર બની હતી. અહીં કિશોરલાલ નામનો એક વ્યક્તિ ગામમાં રહે છે. કિશોરલાલના ઘરે ચૈત્ર નવરાત્રીના જવારા રાખ્યા હતા. ઘણા સમય પહેલા ગુરૂવારના દિવસે આ ઘટના બની હતી. નવ વાગ્યાની આસપાસ કિશોરલાલને તેના ઘરમાં એક નાગ દેખાયો હતો.
ત્યારબાદ કિશોરલાલ તે નાગનો જીવ લઈ લે છે અને તેને જંગલમાં ફેંકી દે છે. કિશોરલાલ જંગલમાં સાપને ફેંક્યા પછી માત્ર 15 કલાક પણ વિત્યા ન હતા ત્યારે એક દુઃખદાયક ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર રાત્રે બે વાગ્યાની આસપાસ એક નાગીન ઘરમાં ઘૂસી હતી અને કિશોરલાલના 12 વર્ષના ફૂલ જેવા દીકરા રોહિતને ડંખ લગાવ્યો હતો.
જેના કારણે રોહિત રડવા લાગ્યો હતો. દીકરાનો રડવાનો અવાજ સાંભળીને પરિવારના લોકો તાત્કાલિક તેની પાસે દોડી આવ્યા હતા. સૌપ્રથમ પરિવારના લોકોએ દીકરા ઉપર જાદુ ટોણા કર્યા પરંતુ દીકરાની તબિયતમાં સુધારો ન આવ્યો તેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરે પ્રાથમિક સારવાર આપીને તેને ભોપાલ મોકલી આપ્યો હતો.
અહીં ડોક્ટરની સલાહ ન માની અને પરિવારના લોકો દીકરાને ફરીથી ગામમાં લઈ આવ્યા હતા. અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યાની આસપાસ રોહિત નું કરુણ મોત થયું હતું. રોહિતના મૃત્યુ બાદ ગામના લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા. ત્યારબાદ ગામના લોકોએ તાત્કાલિક ધોરણે નાગીનને ગોતીને તેનો જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment