અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. દરરોજ અહીં દેશ-વિદેશના લાખો હરિભક્તો મુલાકાતે આવે છે. મોટા-મોટા બિઝનેસમેનો અને મોટી-મોટી હસ્તીઓ પણ અહીં મુલાકાત માટે આવી રહ્યા છે. 14 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જોરદાર અને ગજબ મેનેજમેન્ટ પાછળ દેશ-વિદેશથી અહીં સેવા માટે આવેલા હજારો સ્વયંસેવકનો હાથ છે. ઘણા એવા લોકો પણ છે જેઓ પોતાની લાખો રૂપિયાની કમાણી મૂકીને છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી અહીં સેવા આપી રહ્યા છે. ત્યારે આજે આપણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહેલા એક યુવક વિશે જાણવાના છીએ.
અમેરિકામાં google માં કામ કરતો આ યુવક એક મહિનાની રજા મૂકીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે આવ્યો છે. આ યુવકનું નામ અક્ષર મોદી છે. અક્ષર મોદી ગૂગલની ઓફિસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. લાખો રૂપિયાની કમાણી મૂકીને અક્ષર મોદી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે આવ્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી નગરમાં 80000 જેટલા સ્વયંસેવકો ખડેપગ સેવા આપી રહ્યા છે. અહીં સેવા આપી રહેલા અક્ષર મોદીએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં સેવા આપવા માટે તેને પોતાની ઓફિસમાં છેલ્લા 2 વર્ષથી એક પણ રજા લીધી નથી. જેથી તે હવે એક મહિનાની રજા મૂકીને અહીં સેવા કરવા માટે આવ્યો છે.
મિત્રો તમે પણ જો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં ગયા ન હોય તો એક વખત મુલાકાત જરૂર લેજો. થોડાક દિવસો પહેલા જ્યારે સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા અહીં આવ્યા હતા. ત્યારે તેમને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના મન મૂકીને વખાણ કર્યા હતા.
આ ઉપરાંત તેમણે પ્રમુખસ્વામી મહારાજના જીવન વિશે પણ ઘણી અનોખી વાતો કરી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે 1200 કરતા પણ વધારે મંદિરોના સર્જાનથી, 5,000 થી વધુ સત્સંગ કેન્દ્ર દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજ વિશ્વનું કલ્યાણ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment