ગુજરાતના દરેક પરિવારો ચેતી જજો..! ઢોંગી ભુવાએ પરિવારનું દુઃખ દૂર કરવા 1 કરોડ રૂપિયાની ડીલ કરી, પરિવારે 35 લાખ રૂપિયા આપ્યા અને પછી એવું બન્યું કે…

ગુજરાતમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ધાનેરા પંથકમાંથી અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં પાંચ ભુવાઓએ ભેગા મળીને એક પરિવારને દુઃખ દૂર કરવાની લાલચ આપીને તેમને લૂંટ્યા છે. બધા દુઃખો દૂર કરવા માટે પાંચ ભોંગી ભુવાઓએ પરિવાર પાસે એક કરોડ રૂપિયાનો ખર્ચો થશે તેવી માંગ કરી હતી.

ત્યારબાદ પરિવારના બંને ભાઈઓએ આ ઢોંગી ભુવાઓ અને 35 લાખ રૂપિયા આપ્યા હતા. પછી બંને ભાઈઓને અહેસાસ થયો કે તેમની સાથે છેતરપિંડી થાય છે. તેથી પરિવારના લોકોએ વિધિ દરમિયાન ઉતારેલો એક વીડિયો પોલીસને આપીને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ધાનેરા તાલુકાના ગોલા ગામમાં ભુવાઓએ નવરાત્રિમાં એક પરિવારને કહ્યું હતું કે, 82 વર્ષ પહેલા તમારા ઘર અને પરિવાર ઉપર કોઈએ માતા મૂકી છે એટલે ચેહર માતાની બાધા રાખવી પડશે જેમાં કુલ એક કરોડ રૂપિયાનો ખર્ચો થશે. ત્યારબાદ ભુવાઓની વાતમાં આવીને પરિવારના સભ્યોએ બાધા રાખી હતી. તેથી પરિવારમાં થોડાક મહિનાઓ સુધી સારું રહ્યું.

ત્યારબાદ ફરી એકવાર ભુવાઓએ આવીને કહ્યું કે જો અમે કહીએ તેમ નહીં કરો તો ફરીથી પરિવારમાં દુઃખ આવી પડશે, દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચો થશે. હું આવવાની વાતમાં ભળવાઈ ગયેલા પરિવારના બંને ભાઈઓએ 20 લાખ રૂપિયા અને 15 લાખ રૂપિયા એમ ઉછીના 35 લાખ રૂપિયા લાવીને 11 ડિસેમ્બરના રોજ વિધિ દરમિયાન ભુવાઓને આપ્યા હતા.

આટલું જ નહીં પરંતુ 1.70 લાખ રૂપિયા નો ચાંદીનો પાટલો પણ આપ્યો હતો. હાલમાં આ વિધિનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે બે વ્યક્તિઓની આગળ રૂપિયાનો ઢગલો પડેલો હતો. ત્યાં હાર પહેરીને એક ઢોંગી ભુવો બેઠેલો દેખાઈ રહ્યો છે અને તે સતત ધૂણી રહ્યો છે.

આખરે પરિવારને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થાય છે તેથી પરિવારે આ સમગ્ર બાબતને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આરોપી ભુવાઓ પાસેથી પૈસા પાછા લેવા માટે પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચારે બાજુ આ કિસ્સાઓની ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*