દેશમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકનો જીવ લઈને તેના મૃતદેહને કુવાની અંદર ફેંકી દેવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ મહેન્દ્ર રાયકા હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. મહેન્દ્રાનો જીવ એવા વ્યક્તિએ લીધો કે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. આ સમગ્ર ઘટના ચિત્તોડગઢથી સામે આવી છે.
મળતી માહિતી અનુસાર મહેન્દ્ર રાયકાનો જીવ તેની 19 વર્ષની બહેન તન્નુ રાયકા અને તેના બોયફ્રેન્ડ મહાવીર ધોબીએ લીધો હતો. સમગ્ર ઘટના બની આ બાદ પોલીસે શનિવારના રોજ આરોપી બહેન અને તેના બોયફ્રેન્ડને પકડી પાડ્યા હતા. ત્યારબાદ બંનેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી મહાવીર ધોબીએ જણાવ્યું કે, તે મહેન્દ્ર રાયકાનો જીવ લેવા માગતો ન હતો.
તે મહેન્દ્ર રાયકાને સમજાવીને તેની બહેન તનુ સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ તનુ પોતાના ભાઈ મહેન્દ્રનો જીવ લેવા માટે મહાવીરને દબાણ કરતી હતી. મહાવીર ધોબીએ વધુમાં જણાવ્યું કે તેને તનુને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સમજી રહી. ત્યારબાદ અમે મળીને મહેન્દ્રનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.
પ્લાનના આધારે 16 નવેમ્બર ના રોજ મહેન્દ્રને મહાવીર ધોબીએ પોતાની વાનમાં બેસાડ્યો હતો અને તેના મિત્રો સાથે વાનમાં તે લોકોએ ગાંજો પીધો હતો. ત્યાર પછી મહેન્દ્ર રાયકાને નશો ચડી ગયો હતો. પછી આરોપીઓએ મળીને મહેન્દ્રનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો. પછી આરોપીઓને ડર હતો કે તેમની પોલ ખુલ્લી જશે. પૂછપરછ દરમિયાન મહાવીર ધોબી એ પોલીસને જણાવ્યું કે, તેમને સાંભળ્યું હતું કે દ્રશ્યમ ફિલ્મ જીવ લીધા બાદ આરોપીઓ બચી ગયા હતા.
ત્યાર પછી અમે વાનમાં બેસીને દ્રશ્યમ મુવીનો પહેલો ભાગ જોયો હતો. મુવી જોઈને અમને પોલીસથી બચવા નો વિચાર આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ મળીને મહેન્દ્રાના મૃતદેહને કૂવામાં ફેંકી દીધું હતું અને તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ આરોપીઓ પોતાના ઘરમાં પહેલા રહેતા હતા તેવી રીતે રહેવા લાગ્યા. મહેન્દ્ર રાયકા ઘણી વખત હોટલ અને ડ્રાઇવિંગ નું કામ કરતો હતો તેથી તે પોતાના પરિવારજનો સાથે વાતચીત કરતો ન હતો.
તેથી પરિવારના લોકોને પણ શંકા ગાઈ ન હતી. પાંચ દિવસ પછી એટલે કે 21 નવેમ્બરના રોજ આરોપી મહાવીર ધોબી પ્લાનિંગ મુજબ ચિત્તોડ થી ટ્રેન દ્વારા રતલામ પહોંચ્યો હતો અને ત્યાં મહેન્દ્રનો ફોન ચાલુ કરીને તનુ સાથે વાત કરી હતી. જેથી તનુ તેના પરિવારના સભ્યોને કહી શકે મહેન્દ્ર એકદમ બરોબર છે. ત્યાર પછી મહાવીર મહેન્દ્રનો ફોન ત્યાં જ મૂકીને ઘરે પાછો આવ્યો હતો. આ દરમિયાન તે પોતાનો મોબાઈલ રસ્તામાં ભૂલી ગયો હતો.
ત્યારબાદ પોલીસને મહેન્દ્રનું મૃતદેહ કૂવામાંથી મળ્યું હતું. આ દરમિયાન આરોપી મહાવીર ધોબીએ કોઈને પૂછ્યા વગર પોલીસની મદદ કરી હતી. જેથી પોલીસને તેના ઉપર શંકા ન જાય. પોલીસે જણાવ્યું કે જ્યારે મહેન્દ્રનું મૃતદેહ કૂવામાંથી કાઢ્યો ત્યારે તેના હાથ પર કંઈક લખેલું હતું. પોલીસને લાગ્યું કે તેના હાથ પર કમલેશ રાયકા લખેલું છે. ત્યારે મહાવીરે તરત જવાબ આપ્યો હતો કે કમલેશ રાયકા નહીં મહેન્દ્ર રાયકા લખેલું છે.
પછી પોલીસને મહાવીર પર શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે એક ટીમ બનાવી અને તેને સતત મહાવીર પર નજર રાખવાનું કહ્યું હતું. શંકાના આધારે પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પૂજપરજ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. મળતી માહિતી અનુસાર 5 ડિસેમ્બરના રોજ મહેન્દ્રનું મૃતદેહ કૂવામાંથી મળી આવ્યું હતું. હાલમાં પોલીસે ઘટનાના તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment