મિત્રો સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાની પ્રેમિકાનો જીવ લઈ લીધો છે. આરોપી યુવક પથ્થર વડે પોતાની ગર્લફ્રેન્ડનું માથું ચુંદી નાખ્યું હતું અને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશન જઈને આરોપી યુવાકે સરેન્ડર કર્યું હતું. આ હચમચાવી દેનારી ઘટના છત્તીસગઢના બિલાસપુરમાંથી સામે આવી છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને 19 વર્ષના યશ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. પરંતુ થોડાક સમય પહેલા યશ પોતાની પ્રેમિકા ઉપર શંક કરવા લાગ્યો હતો. તે પોતાની પ્રેમિકાના ચારિત્ર પર શંકા કરતો હતો.
આ બાબત પર બંને વચ્ચે અનેક વખત ઝઘડો પણ થયો હતો. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ સાંજના સમયે બંને કોઈનો જન્મદિવસ ઉજવવા માટે બહાર ગયા હતા. ત્યારે યશ પોતાની પ્રેમિકાને હરડી રોડ પર આવેલા રાધે ઈન્ડસ્ટ્રીઝ પાસે લઈ ગયો હતો. ત્યાં જઈને તેને સૌ પ્રથમ પોતાની પ્રેમિકા સાથે ઝઘડો કર્યો હતો. પછી ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો.
પછી આરોપીએ પથ્થર વડે પોતાની પ્રેમિકાનું માથું ચુંદી નાખ્યું હતું. ત્યાર પછી પોતાના મૃતદેહને ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. આખી રાત માસુમ યુવતીનું મૃતદેહ ત્યાં જ પડ્યું હતું. બીજા દિવસે સવાર થઈ ગઈ છતાં પણ દીકરી ઘરે ના આવી તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
પરંતુ પરિવારના લોકોને કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. રવિવારના રોજ એટલે કે આજરોજ સવારે આરોપી યુવક પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતાનો ગુનો કબુલ કરે છે. ત્યારબાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પોતાની પ્રેમિકાના ચારિત્ર પર શંકા રાખીને પ્રેમી તેનો જીવ લઇ લીધો હતો. દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. દીકરી ધોરણ નવ માં અભ્યાસ કરતી હતી એટલે કે તેની ઉંમર 13 થી 14 વર્ષની વચ્ચે હોઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment