કપડવંજમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાની 10 વર્ષની માસુમ દીકરીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા આજે ચારેબાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલા પિતાનું નામ ભાવિકભાઈ અરવિંદભાઈ પટેલ હતું અને તેમની ઉંમર 42 વર્ષની હતી.
મૃત્યુ પામેલી દીકરીનું નામ જોએલ અરવિંદભાઈ પટેલ હતું. કપડવંજના રત્નાકર માતા રોડ પર વિશ્વાસ આર્કેડ ફ્લેટના પાંચમા મારે ઘર નંબર 505 માંથી ભાવિકભાઈ અને તેમની દીકરીનું મૃતદેહ સાંજના સમયે મળી આવ્યું હતું. સ્થાનિક લોકોએ ઘરમાં તપાસ કરી ત્યારે ભાવિકભાઈનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું અને દીકરીનું મૃતદેહ ચાદરમાં લપેટેલી હાલતમાં મળી આવ્યું હતું.
મૃત્યુ પામેલી દીકરીના મૃતદેહ પાસે દીકરીને મૃતક માતાનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ” હવે અમે આ દુનિયામાં રહેવા નથી માંગતા”. ભાવિકભાઈ આ પગલું કયા કારણોસર ભર્યું તેની કોઈ સ્પષ્ટતા સુસાઇડ નોટમાં કરી ન હતી.
સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે દીકરીનો જીવ લેવામાં આવ્યો છે અને ત્યારબાદ ભાવિકભાઈ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન છે. મળતી માહિતી અનુસાર એકલવાયા જીવનથી કંટાળીને ભાવિકભાઈ આ પગલું ભર્યું હોય છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને ભાવિકભાઈ ના પાડોશી વિનોદભાઈ સોનીએ જણાવ્યું કે, મારો દીકરો અને જોએલ દરરોજ સાથે ટ્યુશન જતા હતા. વિનોદભાઈ વધુમાં જણાવ્યું કે ઘટનાના દિવસે જોએલ ટ્યુશન આવવાની છે તેવું પૂછવા માટે મેં ભાવિ ભાઈના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં.
શંકાના આધારે અમે ઘરનો દરવાજો તોડ્યો હતો ત્યારે અંદરથી ભાવિકભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું અને દીકરીનું મૃતદેહ નીચે પડેલું હતું. ત્યારબાદ અમે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મૃત્યુ પામેલી દીકરીના મૃતદેહ પાસેથી તેની માતાનો ફોટો પણ મળી આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment