જેતપુરમાં જાહેરમાં ધારદાર વસ્તુ વડે રબારી યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો, સમગ્ર રબારી સમાજમાં માતમ છવાઈ ગયો…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. સતત આવી ઘટનાઓ વધતા આવે એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને હવે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે જેતપુરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. અહીં ગુરૂવારના રોજ જાહેરમાં એક રબારી યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

આ ઘટના બનતા જ સમગ્ર રબારી સમાજમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટનામાં મૃત્યુ પામેલા રબારી યુવકનું નામ દેવાભાઈ સીદાભાઈ રાઠોડ હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી. તેઓ છકડો રીક્ષા ચલાવીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા.

ગુરૂવારના રોજ તેઓ રબારીકા રોડ પર આવેલા એક વેલ્ડીંગની દુકાન પર પોતાની છકડો રિક્ષામાં રીપેરીંગ કરાવી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યો યુવક બાઈક પર ત્યાં આવી પહોંચ્યો હતો. દેવાભાઈ કાંઈ સમજે તે પહેલા તો અજાણ્યા યુવકે દેવાભાઈ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

આ ઘટના જાહેરમાં બની હતી. આસપાસના લોકો દેવાભાઈની મદદમાં આવે તે પહેલા તો આરોપી દેવાભાઈના શરીર ઉપર અસંખ્ય ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને બાઈક લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. અજાણ્યો આરોપી પોતાના બાળકને સાથે લઈને આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કર્યું હતું અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યું હતું. દેવાભાઈનું મૃત્યુ થતા જ તેમના પરિવારમાં અને રબારી સમાજમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

મિત્રો તમે જણાવી દઈએ કે જેતપુરમાં છેલ્લા બે મહિનામાં પાંચ પાંચ જીવ લેવાના બનાવ બન્યા છે. નજીવી બાબતમાં જીવ લેવા જેવો ગંભીર અપરાધ કરવાની ઘટનાઓ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે વધી રહે છે. દેવાભાઈનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*