રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને તમે પણ હચમચી જશો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રેલવે સ્ટેશન પર શાંતિથી ઊભા રહીને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી રહેલા વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પરથી સામે આવી છે. અહીં બુધવારના રોજ રેલ્વે પ્લેટફોર્મ પર બે TTE ઉભા રહીને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ એક ઈલેક્ટ્રીક વાયર તૂટીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક TTE પર પડે છે.

જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે રેલવેના પાટા ઉપર પડ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ તે વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર હાલમાં તે વ્યક્તિ ખતરાની બહાર છે.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક રેલ્વે પ્લેટફોર્મ પર બે TTE ઉભા રહીને એકબીજા સાથે શાંતિથી વાતચીત કરી રહ્યા છે. ત્યારે અચાનક જ પાછળથી એક ઇલેક્ટ્રીક વાયર તૂટીને એક TTE પર પડે છે,

જેના કારણે તેને જોરદાર કરંટ લાગે છે અને તે પાછળની બાજુ ટ્રેનના પાટા પર જઈને પડે છે. આ દ્રશ્યો જોઈને તેની સામે ઉભેલો TTE ગભરાઈ ગયો હતો અને તે ત્યાંથી દૂર ભાગ્યો હતો. થોડીક વાર બાદ રેલ્વે પ્લેટફોર્મ પર હાજર લોકો ત્યાં દોડી આવે છે અને ઇજાગ્રસ્ત થયેલા TTEને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે.

હાલમાં તેની તબિયતમાં સુધારો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*