હાલમાં અમદાવાદમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે 50 વર્ષ બાદ એક ઘટનાના આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદી શહેરના સરદાર નગરમાં 1973માં એક 26 વર્ષના યુવકે લૂંટની ઘટનામાં 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. 26 વર્ષના આરોપીનું નામ સીતારામ હતું.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે ઘટનાના 50 વર્ષ બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને આજે આરોપીની ઉમર 76 વર્ષની છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત કામગીરીના કારણે આરોપી પકડાઈ ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર 1973માં આરોપીના વિરુદ્ધમાં લૂંટ અને જીવ લેવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીએ મણીબેન નામના વૃદ્ધ બહેનનો જીવ લઈ લીધો હતો. મણીબેનનું મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ આસપાસના લોકોએ પોલીસને કરી હતી.
કારણ કે ઘરમાંથી ખૂબ જ વધારે પડતી દુર્ગંધ આવતી હતી. પોલીસે જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે ઘરમાંથી વૃદ્ધ મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આરોપીને પકડવામાં મહારાષ્ટ્ર પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે.
મળતી માહિતી અનુસાર આરોપી મહારાષ્ટ્રના એક ગામમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસે ગુજરાત પોલીસને જાણ કરી હતી. આરોપી સીતારામ 1973માં એકલી રેતી મહિલાના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ખુશીઓ હતો. ત્યારે વૃદ્ધ મહિલા અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી અને તેમાં આરોપીએ વૃદ્ધ મહિલાનો જીવ લઈ લીધો હતો.
આ ઘટનાના 50 વર્ષ બાદ આરોપી સીતારામ પકડાઈ ગયો છે. હાલમાં આરોપી સીતારામ ની ઉંમર 76 વર્ષની છે. જ્યારે તેને વૃદ્ધ મહિલાનો જીવ લીધો ત્યારે તેની ઉંમર 26 વર્ષની હતી. આના પરથી કહી શકાય કે પોલીસ કોઈ પણ ગુનેગારને છોડતી નથી, ગમે ત્યારે અને ગમે ત્યાંથી તેને પકડી પાડે છે. હાલમાં આ કિસ્સાની ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment