રસ્તા પર ઉભેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, એક જ ગામના 3 યુવકોના કરુણ મોત…આખું ગામ હિબકે ચડ્યું…

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાર્ક કરેલા ટ્રક સાથે બાઈક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ યુવકો ગીતા જયંતી ની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ અકસ્માતની ઘટના હરિયાણાના કરનાલમાં બની હતી. મુબારકાબાદ ગામના રહેવાસી સચિન, નિશાંત, સંદીપ, અંકિત, ગૌરવ અને મનીષ નામના 6 યુવકો સોમવારના રોજ બે બાઈક પર ગીતા જયંતીની ઉજવણી કરવા માટે કુરુક્ષેત્ર ગયા હતા. રાત્રે લગભગ 11:00 વાગ્યાની આસપાસ બધા મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં એક બાઈકનું પેટ્રોલ ખતમ થઈ ગયું હતું. મનીષ પોતાની બાઇક લઈને બાઇકમાં પેટ્રોલના ખાવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ અન્ય પાંચ મિત્રો એક જ બાઈક પર સવાર થઈને ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તા પર રોડ પર એક ખરાબ થયેલો ટ્રક ઉભો હતો. ત્યારે સામેથી આવતી કારની લાઈફ બાઇક ચાલક યુવકની આંખોમાં પડી હતી.

જેના કારણે બાઇક ચાલક યુવકે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. જેથી બાઇક સીધી જઈને રોડ પર ઉભેલા ટ્રેલરની નીચે ઘૂસી ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર પાંચ મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જાગ્રસ્ત થયેલા તમામ યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સચિન. નિશાંત અને સંદીપને મૃત જાહેર કર્યા હતા. ત્યારે હાલમાં હોસ્પિટલમાં અંકિત અને ગૌરવની સારવાર ચાલુ છે અને બંનેની હાલત નાજુક છે. એક જ ગામના ત્રણ યુવકોના મૃત્યુ થતા ગામમાં તમે છવાઈ ગયો હતો. ત્રણેય પરિવારની ખુશીઓમાં તમે ફેરવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા સંદીપના લગ્ન થોડાક મહિના પહેલા જ થયા હતા. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ સંદીપનું મૃત્યુ થતાં પરિવારની ખુશીઓ શોકમાં પહેરવાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના રાત્રે લગભગ 11:00 વાગ્યાની આસપાસ બની હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ત્રણેયના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*