ગુજરાતના વલસાડ જિલ્લામાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મિત્રએ જ પોતાના મિત્રનો જીવ લઇ લીધો છે. વરસાદ જિલ્લાના ઉમરગામ ખાતે ડમરુવાડીમાં ભાડાની રૂમમાં રહેતા અવંતકુમાર છોટેલાલ પ્રજાપતિ તેનો રીક્ષા ચાલક મિત્ર અજીત દેવીપુજક અને તેનો ભાઈ કરણ દેવીપૂજક સાથે રૂમની બહાર તાપણું કરી રહ્યા હતા. શાંતિથી બેઠા બેઠા તાપણું કરી રહ્યા હતા.
ત્યારે અવંતકુમાર અને અજીત વચ્ચે રૂપિયાની લેતીદેતીનો હિસાબ ચાલી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે થયેલી ઉગ્ર બની ગઈ હતી. ત્યારે ગુસ્સામાં ભરાયેલા અજીતે ધારદાર વસ્તુઓ વડે અવંતકુમાર ઉપર પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં અવંતકુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે અજીતનો ભાઈ કરણ અવંતને બચાવવા માટે વચ્ચે પડે છે. ત્યારે ગુસ્સામાં ભરાયેલો અજીત પોતાના ભાઈ કરણ પર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે. ત્યારબાદ અજીત દેવીપુજક ત્યાંથી રીક્ષા લઈને ભાગી ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ત્યારબાદ ઘટના સ્થળે એકઠા થયેલા લોકો ઇજાગ્રસ્ત થયેલા કરણ અને અવંતને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. બંનેને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં અવંતકુમાર પ્રજાપતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવંત પ્રજાપતિનું મોત થયું હતું.
આ ઘટનાની માહિતી મળતા ઉમરાગામ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા અવંતકુમાર પ્રજાપતિના પિતા છોટેલાલ પ્રજાપતિએ અજીત દેવીપુજક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment