હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરત શહેરના પાલ વિસ્તારમાં ગૌરવ પથ રોડ ઉપર ઈડન સર્કલ પાસે આવેલા શિવ દિગ્જા એપાર્ટમેન્ટના 13મા માળેથી નીચે પડી જવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ હર્ષ ત્રિવેદી હતું અને તેમની ઉંમર 34 વર્ષની હતી.
ગઈકાલે રાત્રે તેઓ પોતાના ફ્લેટ પર કાચની સફાઈ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેઓ બિલ્ડીંગ પરથી નીચે પડ્યા હતા. આ ઘટનામાં હર્ષ ભાઈ સાફ-સફાઈ કરતી વખતે 13માં માળેથી નીચે પડ્યા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. જેથી પરિવાર એકનો એક દીકરો ગુમાવ્યો છે.
આ ઘટના બનતા જ બિલ્ડિંગમાં રહેતા લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પાલ પોલીસ સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે હર્ષભાઈ ત્રિવેદી પોતાના ઘરે જમ્યા બાદ બારીના કાચની સાફ સફાઈ કરી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેમનો પગ લપસે છે અને તેમનું બેલેન્સ બગડે છે. આ કારણોસર હર્ષભાઈ 13મા માળેથી નીચે પડ્યા હતા. આ ઘટના બનતા જ બિલ્ડીંગનો વોચમેન અને રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હર્ષ ભાઈનો ઘટના સ્થળે જ મોત થયું હતું.
મૃત્યુ પામેલા હર્ષભાઈ ત્રિવેદી બિલ્ડીંગ કન્ટ્રસ્ટનનું કામ કરતા હતા. તેઓ પરિવારના એકના એક દીકરા હતા. તેમના મૃત્યુના કારણે ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. હર્ષભાઇ ત્રિવેદીના મૃત્યુના કારણે એક સાત વર્ષની નાનકડી એવી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
તેમના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. હર્ષ ભાઈના મૃતદેહ ઉપર ઘસાયા હોય તેવા નિશાન પર મળી આવ્યા છે. જ્યારે ઉપરથી પડતા હોય ત્યારે તેઓ ત્રણથી ચાર વખત વચ્ચે ટકરાયા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment