સમગ્ર દેશભરમાં યુવતીઓની જીવ લેવાની ઘટનાઓ છેલ્લા થોડાક દિવસોથી ખૂબ જ વધી ગઈ છે. દિલ્હીમાં દીકરી શ્રદ્ધા સાથે બનેલી ઘટનાએ સમગ્ર દેશની જનતાને હચમચાવી દીધી હતી. હજુ તો આ દેશની સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ નથી થઈ ત્યાં તેઓ જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં આરોપીએ જંગલમાં 26 વર્ષની યુવતી પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર જંગલમાંથી દીકરીનું મૃતદેહ અડધું સળગેલી હાલતમાં મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના રાયપુરમાં બની છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ તનુ કૂરે હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. રાયપુર પોલીસે આ ઘટનાના આરોપી સચિન અગ્રવાલને ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપીએ ઓરિસ્સાના બાલાંગીરી જંગલમાં તનુનો જીવ લીધો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો તનુ રાયપુરમાં એક્સિસ બેન્કમાં કામ કરતી હતી. ત્યાં તેની મુલાકાત સચિન અગ્રવાલ નામના વ્યક્તિ સાથે થઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે મુલાકાતો વધવા લાગી અને બંને મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. 21 નવેમ્બર 2022 ના રોજ બેંકમાંથી તનુ ઘરે પરત ફરી ન હતી અને તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો.
આવી પરિસ્થિતિમાં પરિવારના લોકો પરેશાન થઈ ગયા હતા અને તેને શોધવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. પરિવારના લોકોએ 22 નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં તનુ ગુમ થાય છે તેવી ફરિયાદ નોંધાવી હતી. એકિસસ બેંકમાં કામ કરતી તનુએ છેલ્લું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈને બેંકમાં ખાતું ખોલાવવું છે ખાતું ખુલી ગયા બાદ પાછી આવીશ તેમ કહીને તનું બેંકમાંથી નીકળી હતી. પરંતુ પછી તન્નુ બેંકમાં પાછી આવી ન હતી.
આ દરમિયાન પોલીસને જાણકારી મળી ગઈ ઓડિશાના બાલાંગીર તૂરિકેલા વિસ્તારના જંગલમાંથી એક અજાણી યુવતીનું અડધું બળી ગયેલું મૃતદેહ મળી આવ્યું છે. ત્યારબાદ પોલીસે મૃતદેહની ઓળખ કરવા માટે આજુબાજુના રાજ્યમાં પોલીસ સ્ટેશનમાં યુવતીઓ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હોય તેની માહિતી મંગાવી હતી. ત્યારબાદ 30 નવેમ્બર ના રોજ તનુના સંબંધીઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમને તનુની ઓળખ કરી હતી.
તનુ છેલ્લી વખત બેંકના કર્મચારી યુવક સચિન અગ્રવાલ સાથે જોવા મળી હતી તેવી પોલીસને માહિતી મળી હતી. 21 નવેમ્બરના રોજ તનુ સચિન સાથે બેંકમાંથી બહાર નીકળી હતી. જ્યારે 24 નવેમ્બરના રોજ તનુનું મૃતદેહ જંગલમાંથી મળી આવ્યું હતું. તનુ પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો અને તેની ઓળખ છુપાવવા માટે તેના પર પેટ્રોલ છાંટીને તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ ઘટનાના આરોપીને પકડવા માટે પોલીસે કામગીરી શરૂ કરી દીધી હતી. બાદમીદારો દ્વારા માહિતી મળ્યા બાદ પોલીસે આરોપી સચિનને ચાલતી ટ્રેનમાં પકડી પાડ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને આરોપી સચિનની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછ પૂર્ણ થઈ ગયા બાદ દીકરીનો જીવ શા માટે લીધો તેની પણ માહિતી સામે આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment