મહેસાણાના આ ગામે એકતાની મિસાલ પેશ કરી, આખા ગામે મળીને ગરીબ પરિવારની દીકરીના ધૂમધામથી લગ્ન કરાવ્યા, પિતા ગામ લોકોનો પ્રેમ જોઈ રડી પડ્યા.

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. અમુક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ ભાવુક થઈ જતા હોઈએ છીએ અથવા તો આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે.

ત્યારે ઘણા સમય પહેલા મહેસાણામાં બનેલી એક ઘટના સાબિત કરી દેશે કે સમાજમાં હજુ પણ માનવતા જીવતી છે. મહેસાણામાં ગામના લોકોએ મળીને કાંઈક એવું કાર્ય કર્યું કે સાંભળીને તમે પણ વાહ વાહ કરશો. આ કિસ્સો મહેસાણાના કુકસ ગામનો છે. ચેતનભાઇ રાઠોડ નામના વ્યક્તિ આજથી ત્રણ વર્ષ પહેલા મહેસાણામાં આવેલા કુકસ ગામમાં રહેવા માટે આવ્યા હતા.

અહીં ચેતનભાઇ રાઠોડ ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. ચેતનભાઇ રાઠોડ ના પરિવારની પરિસ્થિતિ આર્થિક રીતે ખૂબ જ નબળી હતી. આ કારણસર તેઓ પોતાની દીકરીના લગ્નનો ખર્ચો ઉઠાવી શકતા ન હતા.

દીકરીના લગ્ન નજીક આવતા ગયા અને ચેતનભાઇને ચિંતા થવા લાગી કે દીકરીના લગ્ન હવે તે કેવી રીતે કરશે. મિત્રો ત્યારે ગામના લોકો ચેતનભાઇની મદદ માટે આગળ આવ્યા હતા. ગામમાંથી કોઈકે દીકરીના લગ્નનો મંડપનો ખર્ચો ઉઠાવ્યો તો પહોંચે જમણવારનો ખર્ચો ઉઠાવ્યો અને કોઈકે દીકરીને કરિયાવરમાં તમામ વસ્તુઓ આપી.

આ રીતે ગામના લોકોએ મળીને ગરીબ પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા હતા. ગામના લોકોએ મળીને કોઈ સાદા નહીં પરંતુ ધામધૂમથી ગરીબી પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા હતા. ગામના લોકોનો પ્રેમ જોઈને ચેતનભાઇ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. રડતા રડતા ત્યારે ચેતનભાઇ જણાવ્યું હતું કે મારી તો એટલી પણ પરિસ્થિતિ ન હતી કે હું દીકરીના લગ્ન કરાવી શકું.

પરંતુ આજે ગામના લોકો મારો સહારો બનીને મારી દીકરીના લગ્ન કરાવ્યા છે. મિત્રો આ લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા અને લોકોએ ગામના લોકોને ખૂબ જ વખાણ કર્યા હતા. મિત્રો જો તમારી આસપાસ પણ કોઈ આવા ગરીબ કે જરૂરિયાત મંદ લોકો રહેતા હોય તો તેમની મદદ જરૂર કરજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*