હે ભગવાન..! માત્ર 75 રૂપિયાના વિવાદમાં એક મહિલાનો જીવ લઈ લીધો, જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 10:39 am, Thu, 1 December 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં સાવ નાની એવી બાબતમાં લોકો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં માત્ર 75 રૂપિયાના વિવાદમાં એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર વિવાદમાં મહિલાઓ ઉપર ગોળી ચલાવવામાં આવી હતી આ કારણસર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું કારણ મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટનામાં અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બનતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આ ગંભીર ઘટના કરૌલીના મસાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 45 વર્ષીય રોશનસિંહ નામના વ્યક્તિએ અષાઢ મહિનામાં 45 વર્ષીય રાજેન્દ્રસિંહ નામના વ્યક્તિના ટ્રેક્ટરથી ખેતરમાં ખેડાણ કર્યું હતું. હિસાબ કરવા માટે રાજેન્દ્રસિંહ બુધવારના રોજ સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ રોશનના ઘરે ગયો હતો અને પૈસા માગ્યા હતા.

ત્યારે રોશાને 1.25 વીઘા જમીન પ્રમાણે ચુકવણી કરી હતી, જ્યારે રાજેન્દ્રએ 1.5 વિઘા જમીનનો હિસાબ ચૂકવવાનો કહ્યું હતું. આ બાબત પર બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે રાજેન્દ્રના અન્ય સાથીઓ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને રોશન સાથે દૂર વ્યવહાર કર્યો હતો.

જેના કારણે નાનકડી એવી વાતે ખૂબ જ મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ ગોળી ચલાવવાનું શરૂ કરી દીધું હતું. આરોપીઓએ રોશન પર ગોળી ચલાવી હતી. પરંતુ ગોળી દરવાજા પર ઉભેલી એક મહિલાને વાગી જાય છે. જેના કારણે મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું.

આ ઘટનામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે પોલીસે ટીમ પણ બનાવી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન..! માત્ર 75 રૂપિયાના વિવાદમાં એક મહિલાનો જીવ લઈ લીધો, જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*