હાલમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિના પેટમાંથી કંઈક એવું નીકળ્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. એક વ્યક્તિના પેટમાંથી એટલા બધા સિક્કા કાઢવામાં આવ્યા કે ડોક્ટરો પણ ગોથા ખાઈ ગયા હતા. મિત્રો કર્ણાટકના એક વ્યક્તિના પેટમાંથી એક બે નહીં પરંતુ 187 સિક્કા ડોક્ટરે બહાર કાઢ્યા હતા.
આ કિસ્સો સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ હકીકતમાં આ કિસ્સો બનેલો છે. આ વ્યક્તિને અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને સતત ઉલટીઓ થવા લાગી હતી. તેથી તે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. અહીં હોસ્પિટલમાં ડોક્ટરે આ વ્યક્તિના અલગ અલગ પ્રકારના ટેસ્ટ કર્યા હતા. જેમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિના પેટમાં એક બે નહીં પરંતુ ઘણા બધા સિક્કાઓ છે.
ત્યારબાદ આ વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન કરીને પેટમાં રહેલા 189 સિક્કા બહાર કાઢવામાં આવ્યા હતા. 187 સિક્કાની કુલ કિંમત 462 રૂપિયા થાય છે. સમગ્ર ઘટનાને લઈને ડોક્ટરે જણાવ્યું કે આ વ્યક્તિને સિકઝોફેનિયા નામની ગંભીર બીમારી છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 58 વર્ષીય દાયમપ્પા નામના વ્યક્તિના પેટમાંથી 187 સિક્કા કાઢવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર 26 નવેમ્બર એપ્લિકેશન શનિવારના રોજ અચાનક જ તેમને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમને સતત ઉલટીઓ થવા લાગી હતી. તેથી પરિવારના લોકો તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ આવ્યા હતા.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમનો એક્સ-રે કરાવ્યો હતો અને અનેક બીજા ટેસ્ટ કરાવ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે દાયમપ્પાના પેટમાં ઘણા બધા સિક્કા છે. ત્યારબાદ ડોક્ટરે તેમનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. ઓપરેશન કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે, જ્યારે અમે તેમને પૂછ્યું કે તમે શું કરતા હતા ત્યારે તેમને કહ્યું કે તેઓ પહેલા ભિખારી હતા
અને જ્યારે તેમની પાસે સિક્કો આવે ત્યારે તેઓ તે સિક્કો ગળી જતા હતા અને ત્યારબાદ પાણી પી લેતા હતા. આવું કરવાથી તેમને ખૂબ જ મજા આવતી હતી અને તેને લાગતું હતું કે સિક્કો તેમના પેટની અંદર પચી જશે. મળતી માહિતી અનુસાર તેઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી સિક્કા ગળી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment