રાજકોટ શહેરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાજકોટના યુવાને પડધરીના રંગપર ગામ પાસે આવેલા ન્યારી-2 ડેમમાં એક યુવકે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
ત્યારબાદ ડેમમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે દેવું વધી જવાના કારણે યુવકે આ પગલું ભર્યું છે. મૃત્યુ પામેલા યુવાનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા.
મૃત્યુ પામેલા યુવકનું નામ કિશન રમેશભાઈ મોડાસરા હતું અને તેની ઉંમર 29 વર્ષની હતી. પોલીસને ડેમ પાસેથી મૃત્યુ પામેલા યુવક નો મોબાઇલ અને બાઈક મળી આવી હતી. રૈયા રોડ પર રામાપીર ચોકડી પાસે મિલેનિયમ હાઈટ્સ પાસે આવેલ શાંતિનગરમાં કિશન રહેતો હતો. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ કિશન ઘરેથી દુકાન જોવાનું કહીને નીકળ્યો હતો.
શાંત થઈ ગઈ છતાં પણ કિસાન ઘરે પરત ન આવ્યો તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કિશનનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો તેથી પરિવારના લોકોએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કિશનની શોધખોળ શરૂ કરી હતી.
ત્યારે કિશનનો મૃતદેહ ડેમમાંથી મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ કિશનના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સોની યુવાન પાસે ત્રણ ક્રેડિટ કાર્ડ હોય જેના પર ખરીદી કરતો હોય જેમાં એક લાખનું દેવું થઈ જતા દરજી કામ કરતા પિતાએ ત્રણ મહિના પહેલા કિશનના દેવાની ભરપાઈ કરી દીધી હતી.
ત્યારબાદ પણ 3 સોની યુવાનોએ ક્રેડિટ કાર્ડ ચાલુ રાખ્યું જેનાથી ફરીથી દેવું વધી ગયું અને લેણદારોના સતત કિસાન ઉપર ફોન આવવા લાગ્યા. આ બધાથી કંટાળીને કિશાને આ પગલું ભર્યું છે તેવી માહિતી સામે આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment