ઝડપી બાઈક કાર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક હવામાં ઉડીને…આવો અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય…

Published on: 11:05 am, Tue, 29 November 22

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અવારનવાર સ્ટંટ કરતા હોય છે. પરંતુ અમુક વખત તેમના સ્ટંટ તેમનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક બાઈક ચાલકને રોડ પર સ્ટંટ કરવો ભારે પડી જાય છે. જ્યારે બાઈક ચાલક રોડ પર સ્ટંટ કરી રહ્યો હોય છે. ત્યારે અચાનક જ તેની સામે કાર આવી જાય છે અને પછી તો કંઈક એવું બને છે કે વિડીયો જોઈને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે.

આ વાયરલ થયેલો વિડિયો વિદેશનો હોય તેવું જાણવા મળી રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રસ્તા ઉપર કેટલાક વાહનોની અવરજવર થઈ રહી છે. એવામાં એક કાર ચાલક એક બાજુથી આવતો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુથી પૂરપાટ ઝડપે એક બાઈક આવતી જોવા મળી રહે છે.

બાઈકની સ્પીડ ખૂબ જ વધારે હતી અને તે અચાનક જ કારને સામે આવતી જોઈને બાઈક અને ઉભી રાખવાની કોશિશ કરે છે. પરંતુ તેની સ્પીડ આટલી વધારે હતી કે બાઈક ઉભી રહેતી નથી અને બાઇક સીધી કાર સાથે જઈને અથડાય છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ફંગોળાઈને કારના બોનેટ ઉપર પડે છે. જ્યારે બાઈક હવામાં ઉડીને કારની પાછળની બાજુ જઈને પડે છે. બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાના કારણે તેને આ ઘટનામાં કોઈ પણ પ્રકારની ગંભીર ઇજા પહોંચતી નથી. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Vicious Videos નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી બાઈક કાર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક હવામાં ઉડીને…આવો અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય…"

Leave a comment

Your email address will not be published.


*