મિત્રો આપણે સોશિયલ મીડિયા પર ઘણી વિચિત્ર બીમારીઓ વિશે સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે એક 17 વર્ષના થયેલી વિચિત્ર બીમારી વિશે વાત કરવાના છીએ. આ બીમારીના કારણે બાળકના આખા ચહેરા ઉપર વાળ ઉગે છે. આ બાળકનું નામ લલિત પાટીદાર છે અને તે મધ્યપ્રદેશના રતલામ નો રહેવાસી છે. મળતી માહિતી અનુસાર લલિતને વેરવોલ્ફ સિન્ડ્રોમ નામની વિચિત્ર બીમારી છે.
એટલે કે આ બીમારીમાં શરીરના બધા ભાગ ઉપર વાળ ઉગે છે. જે લોકોને આ બીમારી થાય તેના ચહેરા ઉપર પણ વાળ ઉગે છે અને તેનો ચહેરો વરુ જેવો દેખાવા લાગે છે. મિત્રો આ બીમારીથી પીડાતા બાળકે બ્રિટિશ અખબાર ડેઈલી સ્ટાર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારા પિતા ખેડૂત છે અને હાલમાં તો હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું.
અભ્યાસની સાથે હું મારા પિતાને ખેતીકામમાં મદદ કરું છું. લલિત પાટીદારે વધુમાં વાત કરતા જણાવ્યું કે, મને નાનપણથી આ વિચિત્ર બીમારી છે. નાના એવા બાળકો તેને જોઈને ખૂબ જ ડરી જાય છે. નાનપણમાં આ બીમારી વિશે હું સમજી શક્યો ન હતો પરંતુ જેમ જેમ હું મોટો થયો ત્યારે મને સમજાયું કે તેની હાલત અન્ય લોકો જેવી નથી.
વધુમાં તેને જણાવ્યું કે, બાળકો મને જોઈને ચિંતા કરતા હતા કે હું જાનવરની જેમ તેને કરડી જઈશ. મિત્રો આ બીમારીના કારણે ઘણા લોકો લલિતની મજાક ઉડાડતા હતા અને ઘણા લોકો તો તેને ન કહેવાનું પણ કહેતા હતા. લલિતે વધુમાં જણાવ્યું કે, મારી આખી જિંદગી આ વાળ રહ્યા છે. મારા માતા પિતા કહે છે કે, ડોક્ટરે મને જન્મ સમયે બચાવ્યો હતો.
હું લગભગ છ કે સાત વર્ષનો હતો ત્યાં સુધી મને કાંઈ અલગ લાગ્યું ન હતું. પછી પહેલી વાર મેં જોયું કે મારા આખા શરીર ઉપર વાળ ખૂબ જ વધવા લાગ્યા છે. વધુમાં તેને જણાવ્યું કે, આખા શરીર ઉપર વાળ વધવાના કારણે શાળામાં મારા મિત્રો મને ચડાવતા હતા. ઘણા લોકો મને વાંદરો વાંદરો કરીને ખીજવતા હતા. અને કેટલાક લોકો તો મારો ચહેરો જોઈને ખૂબ જ ડરી જતા હતા અને મને ભૂતભુત કહીને ચીડવતા હતા.
તેને વધુમાં જણાવ્યું કે તેને સમજાયું કે ધીમે ધીમે તેના આખા શરીર ઉપર વાળ વધી રહ્યા છે. મિત્રો તમે ફોટોમાં જોઈ શકો છો કે લલિત પાટીદારના આખા ચહેરા ઉપર ખૂબ જ લાંબા લાંબા વાળ છે. મિત્રો લલિત પાટીદાર આ બીમારીને ભગવાનનું વરદાન સમજીને જીવન જીવી રહ્યો છે અને તે પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment