કમો બન્યો મોદીજીનો ભગત..! વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા કમો મેદાનમાં ઊતર્યો… જુઓ કમાના પ્રચારનો વિડીયો…

Published on: 11:41 am, Tue, 22 November 22

મિત્રો તમે બધા કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી ફેમસ થયેલા કોઠારીયાના કમાને તો જરૂર ઓળખતા હશો. કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી રાતોરાત ફેમસ થયેલો કમો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતો બની ગયો છે. ત્યારે હવે કમાએ રાજકારણમાં પણ પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી છે.

જે રીતે ગુજરાતમાં કમાણી લોકપ્રિયતા વધી રહે છે. તે જોતા હવે એવું લાગી રહ્યું છે કે કમો હવે ચૂંટણીના પ્રચારમાં પણ સતત સક્રિય રહેશે. મિત્રો ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે અને તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે અને જોરશોરથી પ્રચાર કરી રહે છે.

ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ જેવા મોટા મોટા નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને પોતાના પક્ષ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે કોઠારીયાનો કમો પણ ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં લાગી ગયો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં ભાજપનો પ્રચાર કરતા કમાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કમો ભાજપનો ઝંડો લઈને પ્રચાર કરતો નજરે પડી રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભાવનગરના પશ્ચિમ ભાગના ભાજપના ઉમેદવાર જીતુભાઈના સમર્થનમાં કમાની જોરદાર એન્ટ્રી થાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કમો એક ઉપરથી ખુલે તેવી કારમાં ઉભેલો જોવા મળી રહ્યો છે અને તેના હાથમાં ભાજપનો ઝંડો પણ જોવા મળી રહ્યો છે. ભાજપનો પ્રચાર કરતા કમાને જોવા માટે આસપાસના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા પર રહેનારી ભારતીય જનતા પાર્ટી કમાને પ્રચાર માટે બોલાવી રહી છે.

તેના પરથી કલ્પના કરી શકાય કે ગુજરાતમાં કમાનો લોકપ્રિયતા કેટલી હશે. કમાનો હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં અનેક જગ્યાએ કમો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતો દેખાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કમો બન્યો મોદીજીનો ભગત..! વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા કમો મેદાનમાં ઊતર્યો… જુઓ કમાના પ્રચારનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*