રાજકોટમાં ઝડપી સીટી બસે સામેથી આવતા બુલેટને લગાવી જોરદાર ટક્કર, બુલેટ ચાલક હવામાં ફંગોળાઈને 7 ફૂટ દૂર જઈને…જુઓ અકસ્માતના CCTV ફૂટેજ…

રાજકોટમાં સીટી બસ ચાલકની બેદરકારીઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વધુ એક વખત સિટી બસ ચાલકની ઘોર બેદરકારી નો વિડીયો સામે આવ્યો છે. શહેરના આણંદ બંગલા ચોક નજીક ખૂબ જ ઝડપમાં જતી સીટી બસ ચાલકે એક બુલેટ ચાલકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બુલેટ ચાલક ફૂટબોલની જેમ ફંગોળાયને 7 ફૂટ દૂર જઈને પડ્યો હતો.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રાજકોટમાં બનેલી આ ઘટનામાં સીટી બસ ચાલકની બેદરકારીના કારણે બુલેટ ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. આ ગંભીર અકસ્માતની ઘટના ગઈકાલે બપોર પછી 3.47 વાગ્યાની આસપાસ આનંદ બંગલા ચોક નજીક બની હતી.

નવી શરૂ થઈ રહેલી ઇલેક્ટ્રીક બસ અહીંથી ઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે બસ ચાલક આગળ જતી રીક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે બસ ચાલક સામેથી આવતા બુલેટ ચાલકને અડફેટેમાં લે છે. ટક્કર એટલી જોરદાર હતી કે બુલેટ હવામાં ઉછળીને દૂર જઈને પડે છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા બુલેટ ચાલકને 108ની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટે છે જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

રાજકોટમાં સીટી બસ ચાલકની ઘોર બેદરકારી અને દાદાગીરીને ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. બે મહિના પહેલા રાજકોટમાં કોલેજીયન યુવતી ની સીટી બસના ડ્રાઇવર દ્વારા છેડતી કરવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલી યુવતીએ જાહેરમાં સીટી બસના ડ્રાઇવરની ધુલાઈ કરી નાખી હતી.

આ પહેલા પણ આવી ઘણી બધી ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટના સીટી બસના ડ્રાઈવરો અવારનવાર તેમની બેદરકારીના કારણે પોલીસના ચોપડે ચડી ચૂક્યા છે. બસ ચાલકની વધતી જતી બેદરકારીના કારણે લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાયેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*