મુસ્લિમ બનવાની ના પાડી તો 18 વર્ષની દીકરીને ચોથા માળેથી નીચે ફેંકી દીધી, ઘટના જાણીને રુવાટા બેઠા થઈ જશે…જાણો સમગ્ર ઘટના

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. થોડા દિવસો પહેલા દિલ્હીમાં એક ખૂબ જ મોટી ઘટનાનો ખુલાસો થયો હતો. આ ઘટનામાં એક મુસ્લિમ યુવકે હિન્દુ દીકરીનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ તેના શરીરના 34 ટુકડા કરી નાખ્યા હતા. આ મામલો હજુ તો શાંત નથી પડ્યો ત્યાં બીજી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 18 વર્ષની દીકરીને ચોથા માળેથી ફેંકી દેવામાં આવી હતી. આ કારણસર દીકરીનું કારણ મોત થયું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મૃત્યુ પામેલી દીકરીનું નામ નિધિ ગુપ્તા હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. આ કાળજુ કંપાવી દેનારી ઘટના લખનઉમાં બની હતી. દીકરી સરકારી કોલોનીમાં 4 માળની બિલ્ડિંગમાં બે રૂમ વાળા ફ્લેટમાં રહેતી હતી. તે તેની નાની બહેન, એક વર્ષ મોટાભાઈ અને માતા સાથે રહેતી હતી. તેના પિતાનું 10 વર્ષ પહેલા કેન્સરના કારણે અવસાન થયું હતું.

મળતી માહિતી અનુસાર 18 વર્ષની નિધિને સુફિયાન નામના આરોપીએ ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. આ કારણોસર નિધિનું મોત થયું હતું. નિધિના મૃત્યુ બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ દ્વારા ચાર દિવસ સુધી આરોપીને શોધવામાં આવ્યો હતો. ત્યારે શુક્રવારના રોજ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

લખનઉ પોલીસે આરોપીને પકડવા માટે તેના જમણા પગ ઉપર ગોળી ચલાવી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી લીધી હતી. લગભગ પાંચ થી છ દિવસ પહેલા આરોપી સુફિયાન નિધિના ઘરે પહોંચ્યો હતો. ત્યારે આરોપીએ બિલ્ડીંગના ચોથા મળેથી નિધિને નીચે ધક્કો લગાવી દીધો હતો. સમગ્ર ઘટનાને લઈને નિધિની બહેને વાત કરતા જણાવ્યું કે, સુફિયાન મારી બહેનને છેલ્લા દોઢ વર્ષથી ખૂબ જ હેરાન કરતો હતો.

પરંતુ છેલ્લા 20 દિવસથી સુફિયાન મારી બહેનને ખૂબ જ વધારે પડતી પરેશાન કરતો હતો. બહેન એટલી બધી ડરી ગઈ હતી કે તે ઘરની બહાર પણ નીકળતી ન હતી. જ્યારે નિધિ કોઈપણ વસ્તુ ખરીદવા માટે બહાર જાય ત્યારે તે તેને રસ્તામાં રોકતો હતો અને ધર્મ બદલી નાખવા માટે અને તેની સાથે લગ્ન કરવા માટે ધમકીઓ આપતો હતો. નિધિ જ્યાં પણ જાય ત્યાં તેની પાછળ પાછળ જતો હતો. આટલું જ નહીં પરંતુ આરોપીએ નિધિના આખા પરિવારનો જીવ લેવાની પણ ધમકી આપતો હતો.

જેના કારણે મારી બહેને ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. ગત રવિવારના રોજ નિધિ જ્યારે ઘરમાંથી બહાર નીકળી ત્યારે આરોપીએ તેનો જીવ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ નિધિએ આ વાતની જાણ તેના મામાને ફોન કરીને કરી હતી અને તેના મામાને ઘરે બોલાવ્યા હતા. મંગળવારના રોજ નિધિ ના મામાને પણ આરોપીએ ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ કરવા માટે નિધિ ના મામા, મોટી બહેન, નિધિ ના મમ્મી અને નિધિ પોતે આરોપી સુફિયાનના ઘરે ગયા હતા.

આ વાતની જાણ થતા જ ગુસ્સામાં ભરાયેલો આરોપી પણ ત્યાં પહોંચી આવ્યો હતો. આ દરમિયાન નિધિના મામા અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. એવામાં ગુસ્સામાં ભરાયેલા આરોપી નિધિના મામાનો જીવ લેવા માટે ચોથા મળે રાખેલી પિસ્ટોલ લેવા માટે ગયો હતો. ત્યારે નિધિ ના મામા આરોપીની પાછળ પાછળ ગયા હતા. નિધિ પણ પોતાના મામાને બચાવવા માટે ત્યાં દોડી હતી. જ્યારે નિધિ ચોથા માળે પહોંચી ત્યારે આરોપીએ ત્યાંથી નિધિને નીચે ધક્કો લગાવી દીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*