મિત્રો અભ્યાસ કરવો એ દરેકના જીવનમાં ખૂબ જ જરૂરી છે. જીવનમાં બધા લોકો અભ્યાસ કરીને સારી નોકરી મેળવવા માંગતા હોય છે અને પોતાનું જીવન સુધારવા માગતા હોય છે. આજે દરેક લોકોના જીવનમાં અભ્યાસનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. બાળકો દિવસ રાત મહેનત કરીને સફળતા મેળવી રહ્યા છે.
જે પરીક્ષામાં બાળકોને પાસ થવામાં પણ ફાફા પડી જતા હોય છે. આવી પરીક્ષામાં અમુક બાળકો ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવીને સમગ્ર દેશભરમાં પોતાના માતા પિતાનું નામ રોશન કરતા હોય છે. આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરવાના છીએ જેને પોતાના માતા પિતાનું નામ સમગ્ર દેશભરમાં રોશન કર્યું છે.
હાલમાં ઉત્તર પ્રદેશના કાશીનગરમાં વિનાયકપુર ગામમાં રહેતી આંકાંક્ષા સિંહ નામની દીકરીએ NEETની પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવીને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દીકરી NEETની પરીક્ષામાં 720 માર્કસ માંથી 720 માર્ક્સ મેળવીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
દીકરી એ પોતાના માતા પિતા અને પરિવારનુંનામ સમગ્ર દેશભરમાં રોશન કર્યું છે. દીકરી દેહભરમાં પ્રથમ ક્રમે આવી છે. દીકરી આંકાંક્ષા આ વર્ષે યોજાતી NEETની પરીક્ષામાં દેશભરમાં પહેલો ક્રમ મેળવ્યો છે. હવે દીકરી કોલેજમાં એડમિશન મેળવીને ડોક્ટરનો અભ્યાસ કરશે.
દીકરી NEETના ટ્યુશન માટે દરરોજ ઘરથી 70 કિલોમીટર દૂર ગોરખપુર જતી હતી. દીકરીએ દિવસ રાત મહેનત કરીને પરીક્ષામાં 720 માંથી 720 માર્ક્સ લાવીને સમગ્ર દેશભરમાં પોતાનું નામ રોશન કર્યું છે. ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ દીકરી દિલ્હી આવી ગઈ હતી અને અહીં આવીને તેને પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.
દીકરીએ સમગ્ર દેશભરમાં પ્રથમ ક્રમે આવીને એક મોટો ઇતિહાસ રચી દીધો છે. પરિવારના લોકોને પોતાની દીકરી ઉપર ખૂબ જ મોટો ગર્વ છે. હાલમાં દીકરીની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચારે બાજુ ચાલી રહે છે અને દીકરીની આ અનોખી સિદ્ધિ જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment