સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી માસુમ બાળકીનું મૃતદેહ તેના ઘરથી 3 કિલોમીટર દૂર આવેલા એક તળાવમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
દીકરીનો જીવ લેવામાં આવ્યો છે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવ્યું છે કે સૌપ્રથમ દીકરીનું ઘણું દબાવીને તેનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેના મૃતદેહને તળાવમાં ફેંકી દીધું હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગુરુવારના રોજ સવારે રાયપુર-બિલાસપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થનેલી ગામમાં હોટલ ધનરાજ પાસે આવેલા તળાવમાં લોકોએ એક મૃતદેહ જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે આવી હતી અને તળાવમાંથી બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું.
માસુમ બાળકીની ઓળખ નીમોરાની રહેવાસી તરીકે થઈ હતી. આ ઘટનાની જાણ થતા બાળકીના પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને બાળકીના પિતાએ જણાવ્યું કે દીકરી ચાર દીકરીઓમાં બીજા નંબરે છે. તે અભ્યાસમાં પણ ખૂબ જ સારી હતી.
મંગળવારના રોજ સાંજના સમયે જ્યારે દીકરી કરિયાણું લેવા માટે ગઈ હતી, ત્યારબાદ તે અચાનક ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ તેના વિશે કોઈ પણ પ્રકારની જાણકારી મળી ન હતી. મોડી રાત થઈ ગઈ છતાં પણ દીકરી ઘરે પરત ન આવી તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો.
બીજા દિવસે પણ પરિવારના લોકોએ દીકરીની શોધખોળ કરી છેવટે પતો ન લાગતા પરિવારના લોકોએ દીકરી ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.દીકરી સાથે શું થયું અને આવું કોને કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે અને દીકરીનો જીવ કયા કારણોસર ગયો તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment